Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

સંજય શાહનું અમેરિકામાં સન્માન

મહેસાણા પ્રાંત જૈન દશા શ્રીમાળી જ્ઞાતિ મંડળ, અમદાવાદનું ગૌરવ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા. ૧૬ : ઉનાવા (જિ. મહેસાણા) ના વતની અને અમેરીકા સ્થિત સંજયભાઇ નટવરલાલ (જયંતીલાલ) શાહને, તેમની સમાજ તથા રાષ્ટ્ર પ્રત્યેની નિઃસ્વાર્થ સેવા માટે અમેરિકાના પ્રેસિડેન્શિયલ અવોર્ડ લાઇફટાઇમ એચિવમેન્ટથી સન્માનિત કરાયા છ.ે તેમને અમેરિકાના પ્રમુખ જોસેફ બાઇડેન દ્વારા આ એવોર્ડ એનાયત થયો છે. એક ભારતીય વ્યકિતને આ રીતે સન્માન મળે એ તેમની જ્ઞાતિ મહેસાણા પ્રાંત જૈન દશા શ્રીમાળી જ્ઞાતિ (અમદાવાદ) સમાજનું તેમજ સમગ્ર ભારત દેશનું પણ ગૌરવ છે.

(3:12 pm IST)