Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પેટીએમમાં મજબૂત વૃધ્‍ધિ : એપ્રિલ અને મે માસમાં પ.પ મિલિયનનું ધિરાણ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ, તા. ૧૬ : ભારતની મોખરાની ડિજીટલ પેમેન્‍ટ અને ફાયનાન્‍સિયલ સર્વિસ કંપની પેટીએમ દ્વારા તેનો એપ્રિલ અને મે ૨૦૨૨નો  માસિક ઓપરેટીંગ પરફોર્મન્‍સ  જાહેર કરવામાં આવ્‍યો છે. કંપનીનો ધિરાણ બિઝનેસનો વાર્ષિક રન રેટ રૂ. ૨૩,૦૦૦ કરોડથી વધુ રહ્યો છે, જ્‍યારે એપ્રિલ અને મે માસની જીએમવી  ૧૦૫ ટકા વધીને રૂ. ૧.૯૬ લાખ કરોડ રહી છે.

પેટીએમ દ્વારામે, ૨૦૨૨માં પૂરા થયેલા બે માસ દરમ્‍યાન  વાર્ષિક ૪૭૧ ટકાના વળધ્‍ધિ દર સાથે રૂ. ૩૫૭૬ કરોડ(૪૭૬ મિલિયન ડોલર )નાં ધિરાણોની ચૂકવણી કરવામાં આવી છે.  જે વાર્ષિકદરે ૮૨૯ટકાની વળધ્‍ધિ દર્શાવે છે.ડિવાઈસિસ મુકવાની સંખ્‍યા ૩.૪ મિલિયનનો આંકડો વટાવી જતાં   ઓફલાઈન ચૂકવણીમાં તેની આગેવાની ચાલુ રહી છે અને સરેરાસ માસિક ટ્રાન્‍ઝેકટીંગ યુઝર્સ (એમટીયુ) )ની સંખ્‍યામાં ૪૮ ટકાનો વધારો નોંધાવ્‍યો છે.

(3:52 pm IST)