Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

નડિયાદના ખોડિયાર ગરનાળાથી એમજીવીસીએલ જવાનો રસ્તો સાંક્ડો થઇ જતા લોકોને હાલાકી

નડિયાદ : નડિયાદ ખોડીયાર ગરનાળાથી એમજીવીસીએલથી સરદારનગર જવાનો રોડ ગટરના ઢાંકણાના કારણે સાંકડો થઇ ગયો છે. જેથી વાહન ચાલકોને ઘણી જ હાલાકી વેઠવી પડે છે. ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા ઢાંકણા ફરતે મૂકેલ પથ્થરો અને આડશો દૂર કરવા લાગણી વ્યક્ત વ્યાપી છે.

નડિયાદ ખોડીયાર ગરનાળાથી એમજીવીસીએલ થઇ સરદાર નગર સોસાયટી તરફ જતો રેલવે સમાંતર રોડ આવેલ છે. આ રોડ વાહનોની અવરજવર થી ધમધમતો રહે છે ત્યારે આ રોડ પર ગટર લાઈનના ઢાંકણા નવેસરથી બેસાડવામાં આવ્યા છે. ઢાંકણા બેસાડયા બાદ કોઇ  વાહનથી નુકસાન ન થાય તે માટે ઢાંકણા ફરતા પથ્થર મૂકવામાં આવ્યા છે. 

બીજી રેલવેની દીવાલને અડીને વરસાદી પાણીના નિકાલ માટે કુડીઓ પર જાળીયા મૂકવામાં આવ્યા છે. આમ રોડની બંને બાજુ ગટરના ઢાંકણાને લીધે રોડ સાંકડો થઈ ગયો છે. જેથી પુરપાટ ઝડપે આવતા વાહનો અથડાવાના બનાવો પણ બની રહ્યા છે. 

(5:02 pm IST)