Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

વડોદરા:આજવારોડની સોસાયટીમાં એક મકાનને નિશાન બનાવી તસ્કરોએ 2.36 લાખની મતા ઉઠાવી છૂમંતર......

વડોદરા: આજવારોડ વિસ્તારમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે વ્યસ્ત પોલીસનો લાભ ઉઠાવી આજવારોડ વિસ્તારમાં જ ચોરો એક મકાનમાં સોના-ચાંદીના દાગીના સહિત રૃા.૨.૩૬ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે આજવારોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અબ્બાસઅલી અસગરઅલી સાહેબ સુભાનપુરામાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઇકાલે સાંજે છ વાગે તેઓ ઘરના પહેલા માળેથી નીચે આવ્યા હતાં. આ વખતે પહેલા માળનો દરવાજો અટકાવીને રાખ્યો હતો. તેઓ નીચે આવ્યા બાદ જમીને રાત્રે નવ વાગે પહેલા માળે પરત ગયા ત્યારે ઉપરના રૃમના કબાટ ખુલ્લા જણાયા હતાં.

અબ્બાસઅલીએ પત્નીને નીચેથી ઉપર બોલાવ્યા બાદ તપાસ કરતા કબાટમાં મૂકેલું દાગીનાનું પર્સ ખુલ્લું જણાયું હતું અને તેમાંથી સોનાના બિસ્કીટ, બે ચેન, બુટ્ટી અને રોકડ મળી કુલ રૃા.૨.૩૬ લાખની મત્તા ચોરી થઇ  હોવાની જાણ થઇ  હતી. આ અંગે અબ્બાસઅલીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(5:05 pm IST)