Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

તોરણા ગામના માજી સરપંચ આંબાનાં ઝાડ પરથી પડતા ગંભીર ઇજા,સારવાર હેઠળ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તોરનાં ગામના માજી સરપંચ આંબા નાં ઝાડ પરથી નીચે પડતાં તેમને ઈજાઓ થઈ હોવાથી રાજપીપળા સિવિલ માં સારવાર માટે લવાયા હતા
પ્રાપ્ત માહિતી મુજબ તોરના ગામના માજી સરપંચ અકબરખાં નુરખા મલિક (૬૦) હાલમાં ચાલી રહેલી કેરીની સીઝનમાં તેમના ખેતરે આંબાનાં ઝાડ ઉપર કેરી તોડવા માટે ચડધ્યા હતા ત્યારે એમનો પગ અચાનક લપસી જતાં તેઓ ઝાડ પરથી નીચે પડતાં કમ્મર સહિતના ભાગે તેમને ઈજાઓ થઈ હોય રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે લાવવામાં આવ્યા હતા

(10:16 pm IST)