Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

અરવલ્લીમાં 2 દિવસ પહેલા ગુમ થયેલી યુવતીની બેડઝના ડુંગર પરથી ફાસો ખાધેલી હાલતમાં લાશ મળી

આરોપીઓએ યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજાર્યું ત્યારબાદ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાના પરિવારજનોના આક્ષેપ

અરવલ્લીમાં 2 દિવસ પહેલાં ગુમ થયેલી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મેઘરજ નજીક આવેલ બેડઝના ડુંગર પરથી યુવતીનો ગળેફાંસો ખાધેલી હાતલમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસને જાણ કરાતા પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતી અરવલ્લીના પંડુલી ગામની રહેવાશી હોવાનું સામે આવ્યું છે

અરવલ્લીના પંડુલી ગામે રહેતા પરિવારની 21 વર્ષીય યુવતી 2 દિવસ પહેલાં ગુમ થઈ ગઈ હતી.જેની પરિવારજનોએ શોધખોળ કરવા છતાં યુવતીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આથી પરિવારજનોએ સ્થાનિક પોલીસ મથક ગુમ નોંધ કરી હતી. જે અંગે પોલીસ તપાસમાં હતી. આ દરમીયાન મેઘરજ નજીક બેડઝના ડુંગર પરથી યુવતીની લાશ મળી આવી હતી. ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવતા પરિવારજનોમાં રોકકળાટ ફેલાયો છે. 

જેને લઈને પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધારી હતી. યુવતીના મૃતદેહ પાસેથી પોલીસને કૉલેજ બેગ પણ મળી આવી હતી. પોલીસે કોલેજ બેગની પણ તપાસ કરી હતી. જોકે હત્યા કે આત્મહત્યા પાછળનું કોઇ કારણ સામે આવ્યું નથી.જેને લઈને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બીજી તરફ મૃતક યુવતીના પરિવારજનોએ આક્ષેપ કરતાં જણાવ્યુ કે, આરોપીઓએ યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજાર્યું છે. ત્યારબાદ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાના આક્ષેપ લગાવાયા છે. આ મામલે પરિવારજનોએ તાત્કાલિક પોલીસ મથકે દોડી જઈ બે આરોપીના નામજોગ ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહિ જયા સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી પરિવારજનોએ યુવતીનો મૃતદેહ સ્ઓવીકારવાની પણ મનાઈ કરી દીધી છે.

(11:31 pm IST)