Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

વડાલી શહેરના મેઈન બજારમાં દબાણ કરનાર 120 દુકાનદારોને નોટિસ ફટકારવામાં આવી

વડાલી:શહેરના મેઈન બજારમાં મોટી સંખ્યામાં ઘરવપરાશાની વિવિધ ચીજવસ્તુઓની મોટી સંખ્યામાં દુકાનો આવેલી છે.જે દુકાનોમાં ખરીદી કરવા દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ તાલુકાના લોકો ચાલતા તેમજ વાહનો લઈ આવતા હોય છે.જે બજારમાં આવેલા વાણિજ્યક હેતુસરની મિલકત ધરાવતા કેટલાક દુકાનદારોએ છેલ્લા કેટલાક વર્ષોથી જાહેર રસ્તાઓ તેમજ સરકારી જમીનમાં બીનઅધિકૃત રીતે પાકા દબાણો ખડકી દીધા છે.જેથી બજારનો માર્ગ ખુબજ સાંકડો થઈ જતા ગ્રાહકો તેમજ રાહદારીઓને પસાર થવામાં અડચણ રૂપ થઈ રહ્યુ છે.

જ્યારે દબાણને લઈ રસ્તો સોકડો થઈ જતા વાહનો સરળતાથી પસાર ન થઈ શકતા વારંવાર ટ્રાફીક સર્જાતા લોકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે સમય દરમિયાન દબાણકારો દ્વારા દબાણ દુર કરવામાં નહી આવેતો પાલિકા તેમના ખર્ચે અને જોખમે માપણી કરાવી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરશે.જે કાર્યવાહી દરમિયાન માલસામાન અને મિલ્કતને નુકસાન થશેતો જવાબદારી દબાણકર્તાની રહેશે તેવું જણાવતા વેપારીમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

 

(5:39 pm IST)