Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સુરતમાં રિક્ષાચાલકની પત્નીના બિલ્ડર સાથેના સંબંધની જાણ પતિને થઇ જતા બિલ્ડર પર જીવલેણ હુમલો

સુરત: શહેરનાપાંડેસરાના મિલન પોઇન્ટ નજીક ધ્રૃવ કોર્પોરેશન નામની ઓફિસમાં ઘુસી જઇ પત્ની સાથેના પ્રેમસંબંધના વ્હેમમાં ચપ્પુ અને ફટકા વડે હુમલો કરી બિલ઼્ડર અને તેના મિત્રને ગંભીર ઇજા પહોંચાડનાર રીક્ષા ચાલકની ધરપકડ કરી અને તેના ભાણેજ સહિત બે સગીરને ડિટેઇન કર્યા છે. પાંડેસરા મિલન પોઇન્ટ શોપીંગ સેન્ટરમાં ધ્રૃવ કોર્પોરેશન નામે ઓફિસ ધરાવતા બિલ્ડર ધર્મેન્દ્ર ઉર્ફે ચિન્ટુ ધ્રૃવકુમાર પાંડે (ઉ.વ. 24 રહે. જય અંબે નગર સોસાયટી, મિલન પોઇન્ટ, પાંડેસરા) ગત બપોરે મહાવીર ઉર્ફે લલ્લુ ચારથી પાંચ જણા સાથે ઘાતક હથિયારો સાથે ઘુસી ગયો હતો. પત્ની સાથેના પ્રેમસંબંધના વ્હેમમાં મહાવારી ધર્મેન્દ્ર પર હુમલો કર્યો હતો. આથી ઓફિસમાં બેસેલા ધર્મેન્દ્રના મિત્ર કલ્લુ મીસ્ત્રી બચાવવા વચ્ચે પડયો હતો. પરંતુ મહાવીર અને તેના સાથીદારોએ બંનેને ચપ્પુના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી ભાગી ગયા હતા.

જે પૈકી કલ્લુને પીઠના ભાગે ઘુસાડેલા ચપ્પુ સાથે જ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે મહાવીર ઉર્ફે લલ્લુ વિજયમણી દુબે (ઉ.વ. 30 રહે. ભાઇલાલની વાડી, તરસાડી, માંગરોળ, જિ. સુરત અને મૂળ. જોનપુર, યુપી) ની ધરપકડ કરી છે. જયારે સગીર વયના ભાણેજ સહિત બે ને ડિટેઇન કર્યા છે. મહાવીરે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે પત્નીનો ધર્મેન્દ્ર સાથે પ્રેમસંબંધ છે અને બેથી ત્રણ વખત તેઓને રંગેહાથ પકડી પાડી ઠપકો આપ્યો હતો. પરંતુ ધર્મેન્દ્રએ મારી જીંદગી બરબાદ કરી નાંખી હોવાથી તેનું કાસળ કાઢી નાંખવા હુમલો કર્યો હતો. 

(5:41 pm IST)