Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

રૂંઢ ભીલવાડા ગામમાં પુત્રીના લગ્નમાં વધુ માણસો ભેગા કરનાર વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે રૂંઢ ભીલવાડા ગામમાં લગ્નમાં વધુ વ્યકતીઓ ભેગા કરનાર આયોજક અને ડીજે ના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર પી.એમ પરમાર , પોલીસ સબ ઇન્સ્પેકટર રાજપીપલા પો.સ્ટે ની ફરીયાદ મુજબ નાંદોદ તાલુકાના રૂંઢ ભીલવાડા ગામમાં શનિવારે બપોરે લગ્નના આયોજક મનુભાઇ ચંદુભાઇ વસાવા( રહે.મોરા ફળીયા , રૂઢ ભીલવાડા તા.નાંદોદ) એ પોતાની પુત્રીના લગ્નમાં પંચોતેરથી એંસી જેટલા માણસો ભેગા કરી તથા ડિજ પાર્ટીના માલીક મહેનદ્રભાઇ મોહનભાઇ વસાવા( રહે - આમલેથા તા - નાંદોદ) એ લગ્નમાં ડિજ મોકલી તથા ડિજેના ઓપરેટર કેતનભાઇ શ્રાવણભાઇ વસાવા (રહે - આમલેથા તા - નાંદોદ) એ ડિજ વગાડી તથા ડીજે ને ટ્રેકટરમાં લાવનાર ટ્રેકટર ડ્રાઈવર કૌશીકભાઈ નાનુભાઈ વસાવા (રહે.આમલેથા) એ ટોળું ભેગુ કરવામાં આયોજકને મદદગારી કરી સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ કરી રોગચાળાનો ફેલાવો થાય તેવું કૃત્ય રાજપીપળા પોલીસે આ તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:57 pm IST)