Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

રાજપીપળા જનરલ હોસ્પિટલને કોરોના મહામારી સંદર્ભે વિદેશથી આરોગ્યલક્ષી ઉપકરણોની સહાય મળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોવિડ-૧૯ ની મહામારી સંદર્ભે વિદેશથી રાજપીપલાની જનરલ હોસ્પિટલને આરોગ્યલક્ષી ઉપકરણોની સહાય મળી છે.

મીનીસ્ટ્રી ઓફ એક્ષટરનલ અફેર (કોવિડ સેલ) તરફથી મળેલ પત્ર અન્વયે વિદેશથી કોવિડ-૧૯ મહામારી અર્થે સાધનોની સહાય રાજપીપલાની જનરલ હોસ્પિટલને મળેલ છે. જેમાં ઈજિપ્તથી કુલ-૧ ડિફિબ્રીલેટર શોક મશીન અને કુલ-૧ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીન મળેલ છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીનથી હ્રદયમાં હ્રદયઘાતનો હુમલો થયો હોય તો ખબર પડે છે. તેમજ  ડિફિબ્રીલેટર મશીનની હ્રદયના ધબકારા બરાબર ન ચાલતા હોય ત્યારે જરૂર પડે છે. સાથે કુલ-૧૫ નંગ પલ્સ ઑક્સીમીટર યુએસએ તરફ થી મળવાના બાકી છે. જે મશીનથી દર્દીનો ઑક્સીજન સેચ્યુરેશન ખબર પડે છે, તેમ સિવિલ સર્જન ડૉ.જયોતિ ગુપ્તા એ જણાવ્યું હતુ.

(10:58 pm IST)