Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

પાલીતાણાંથી મહુવા વચ્ચે નાની રાજસ્થળી ગામમાં સુસવાટા બંધ ભારે પવનથી વીજ પુરવઠાને અસર:રે વરસાદના ઝાપટાં ડરામણું વાતાવરણ

અમદાવાદ:  પાલીતાણાથી મહુવા જતા રોડ પર આવેલા નાની રાજસ્થળી ગામમાં આજે સાંજે 7 વાગ્યાથી વરસાદનો પ્રારંભ થઇ ગયો હતો. વારંવાર વિજડૂલ થતી હતી. જો કે ગ્રામજનો આવી સ્થિતિથી ટેવાયેલા હોવાથી બહુ તકલીફ થતી ના હતી. પરંતુ સુસવાટા બંધ પવન ફૂંકાતો હતો. તેની સાથે ભારે વરસાદના ઝાપટાં ડરામણું વાતાવરણ લાગતું હતું. સુસવાટાબદ્ધ પવનના કારણે દરવાજા બંધ હોવા છતાં દરવાજાને કોઈ દસ્તક દેતું હોય તેવો સતત ભાસ થતો હતો.

જો કે વિજડુલના કારણે ગ્રામજનોને કોઈ વાંધો ન હતો. પણ ગુજરાતમાં કોરોના હજુ શમ્યો નથી. ત્યાં વાવાઝોડાના કારણે ગ્રામજનોએ ભગવાન વાવાઝોડાને સમાવી દે અને ગુજરાતને નુકસાન ના થાય તે માટે પ્રાર્થના કરતા હતા.

નાની રાજસ્થળી ગામ પાલીતાણાથી 15 કિલોમીટર અંતરે આવેલું છે. આ ગામથી તળાજા 18 કિલોમીટર દૂર આવેલું છે.અને ત્યાંથી મહુવા અંદાજે 36 કિલોમીટરના અંતરે આવેલું છે.

નાની રાજસ્થળી ગામના સરપંચ આશાબેન ભરતકુમાર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગામડામાં મોટાભાગે લોકોના પાકા મકાનો છે. બાકી થોડાઘણા નળીયાવાળા મકાનો છે. એટલે અહીંયા હજુસુધી કોઈ પ્રશ્ન દેખાતો નથી.

જ્યારે નાની રાજસ્થળી ગામના પૂર્વ સરપંચ ભરતભાઇ કાન્તિલાલ ત્રિવેદીએ જણાવ્યું કે ગામની આસપાસ ડુંગર હોવાથી ગામમાં વધુ નુકસાન થવાની શકયતા ઓછી છે. ગામમાં વીજપુરવઠો વારંવાર જતો રહે છે. અગાઉ વર્ષો પહેલા 80ની સ્પીડમાં વાવાઝોડું ફૂંકાયું હતું. પરતું ત્યારે ગામમાં છાપરાવાળા મકાનો હોવાથી નુકસાન વધુ થયું હતું. જો કે આ વખતે વાવાઝોડાની સ્પીડ વધુ છે. એટલે શું થશે તે કહેવું ઉતાવળિયું રહેશે

(12:02 am IST)