Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

રાજપીપળા ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ સહિતની સંસ્થાઓ દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ,જયન્ટ્સ ગ્રુપ અને ગ્લોબલ ગુજરાતી વૈષ્ણવ વણિક સમાજના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૧૯મી ડિસેમ્બરે વિજય મેટરનિટી હોસ્પિટલ,રાજપીપળા ખાતે સવારે 9.00 વાગ્યાથી બપોરે 1.00 વાગ્યા દરમિયાન મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું છે .

  આ કેમ્પમાં ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ  વડોદરાના નિષ્ણાત તબીબોની ટિમ દ્વારા હૃદય,કિડની તથા હાડકાના રોગોનેને લગતી સમસ્યાઓથી પીડાતા દર્દીઓ માટે ખાસ નિદાન,સારવાર નું આયોજન કરવામાં આવ્યું છે.તો તેનો લાભ લેવા જણાવાયું છે.

(9:40 am IST)