Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

ભાજપ રાજમાં ફટકડાની જગ્યાએ પેપર ફુટે છે,કોઈ જ કાર્યવાહી થતી નથી: કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન

પેપર ફુટ્યા બાદ યુવાનોના સપનાઓ રોળાય ગયા છે. : કોંગ્રેસના ધારાસભ્યના સરકાર પર પ્રહાર

અમદાવાદ :  હેડક્લાર્કની ભરતી માટે યોજાયેલી પરીક્ષાનું પેપર ફુટી જતા ઘમાસાણ સર્જાયું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનનું પ્રતિક્રિયા  સામે આવી છે ગેનીબેને  ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના રાજમાં ફટકડાની જગ્યાએ પેપર ફુટે છે, એકેડેમી સાથે સેટિંગની આ પેપર ફુટે છે, તેમજ પેપર ફોડનાર પર કોઈ જ કાર્યવાહી થતી નથી, પેપર ફુટ્યા બાદ યુવાનોના સપનાઓ રોળાય ગયા છે. 

(1:37 pm IST)