Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

ગુજરાતના જેલ તંત્રે શ્રેષ્ઠ કામગીરીમાં દેશમાં બીજો ક્રમ મેળવ્યો

ગુજરાતનુ પોલીસ તંત્ર શ્રેષ્ઠ કામગીરી માટે આશિષ ભાટિયાના નેતૃત્વમાં રાષ્ટ્રિય અને આંતર રાષ્ટ્રીય લેવલે સતત એવોર્ડ મેળવી રહ્યુ છે : કેદીઓને ખરા અર્થમાં આત્મ નિર્ભર બનાવવાની ડો.કે.એલ.એન.રાવ ટીમની નોંધ રાષ્ટ્રિય લેવલે લેવામાં આવી

 રાજકોટ તા.  ૧૭, ખૂબ જ બહોળો અનુભવ ધરાવતાં રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાના માર્ગદર્શન હેઠળ અને લો એન્ડ ઓર્ડરના વડા એવા નરસિંહમા કોમાર જેના સ્વપ્ન દૃષ્ટા છે તેવા વિશ્વાસ પ્રોજેકટને આંતર રાષ્ટ્રીય સ્તરે રનર અપ એવોર્ડ મળ્યા બાદ જેલ ક્ષેત્રમા અદભૂત કામગીરી બદલ ગુજરાતને સેકન્ડ નંબર મળતા ગાંધીનગર ખુશખુશાલ બનવા સાથે જેલ વડા એડિશનલ ડીજીપી અને સિનિયર આઇપીએસ ડો.કે.એલ.એન.રાવ ટીમ પર અભિનંદન અપરંપાર વર્ષી રહ્યા છે.                                      

 કોરોના કાળમાં કેદીઓના તથા જેલ સ્ટાફના બચાવ માટે સતત ઝઝૂમવા સાથે કેદીઓને આત્મ નિર્ભર બનાવવા કેદીઓને વિવિધ રોજગારમાં જોડી જેલનું કરોડો રૂપિયાનું ટર્ન ઓવર જાળવી રાખનાર ડો.રાવ દ્વારા જાણીતા મહિલા શિક્ષણવિદ ડો.ઇન્દુ રાવ ની મદદથી જેલ કેદીઓ વધુ ને વધુ પ્રશિક્ષિત થાય તેવા પ્રયાસો અવિરત ચાલુ છે તે જાણીતી વાત છે.

કેન્દ્ર સરકારના ગૃહરાજ્ય મંત્રીશ્રી અજયકુમાર મિશ્રાના મુખ્ય અતિથી સ્થાને બે દિવસીય વાર્ષિક મીટીંગ ગુડ પ્રેકિટસીસ ઈન સીસીટીએનએસ/આઈસીજેએસની શરૂઆત કરવામાં આવેલ. જેમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ,એનસીઆરબીના અધિકારીઓ, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સીસીટીએનએસ/ આઈસીજેએસ નોડલ અધિકારીઓ હાજર રહેલ.

 કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયના ઉપક્રમે NIC દ્વારા વિકસાવેલ CCTNS પ્રોજેકટ હેઠળ ICJS  પોર્ટલની શરૂઆત કરવામાં આવેલ. જેમાં રાષ્ટ્રીય કક્ષાએ પોલીસ.,કોર્ટ, પ્રિઝન્સ, એફએસએલ, પ્રોસીકયુશન, એલીસ (આર્મસ લાયસન્સ) વિભાગોના ડેટાનો વિનિમય કરીને તપાસ કરનાર એજન્સીને એક જ ડીજીટલ સીક્યોર પ્લેટફોર્મ ઉપર ડેટા જોઈ શકે તેવી વ્યવસ્થા કાર્યાનિવત કરેલ છે. જેમાં તપાસ કરનાર એજન્સી દ્વારા ગુનાની તપાસ, ગુનેગારોની માહિતી, ગુના અટકાવવા/શોધવામાં ખૂબ જ મદદરૂપ બની રહે છે. તેમજ સીસીટીએનએસ પ્રોજેકટ દ્વારા  ભારતના નાગરિકોને પોલીસલક્ષી સેવાઓ ઓનલાઈન પ્રાપ્ત થઈ રહેલ છે. ભારતના તમામ પોલીસ સ્ટેશનો અને તપાસ કરનાર એજન્સીઓ દ્વારા ICJS પોર્ટલ મારફતે ગુના/ગુનેગારોની માહિતી મળી રહે છે.

સીસીટીએનએસ પ્રોજેકટ હેઠળ વિવિધ રાજયોમાં થયેલ અમલીકરણ અંગેના એવોર્ડ અંગેની જાહેરાત કરવામાં આવેલ. તેમજ આઇ.સી.જે.એસ. પ્રોજેકટ હેઠળ અન્ય સ્તંભો પોલીસ, પ્રિઝન, એફ.એસ.એલ., પ્રોસીક્યુશનમાં કરેલ કાર્યવાહી અંગેના એવોર્ડની જાહેરાત કરવામાં WAG. ICIS Use અંતર્ગત શ્રેષ્ઠ અમલીકરણ બદલ પ્રિઝન સ્તંભમાં પ્રથમ - રાજસ્થાન, દ્વિતિય ગુજરાત, તૃતિય - દિલ્હીને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

બે દિવસીય વાર્ષિક વર્ચ્યુઅલ મીટીંગમાં આજ રોજ ૧૬/૧૨/૨૦૨૧ ના આઈસીજેએસમાં પ્રિઝન પીલારમાં ડેટાના બહોળા ઉપયોગમાં ગુજરાત રાજ્યને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ હોય જેમાં સિલ્વર એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

(2:51 pm IST)