Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

વડોદરામાં દારૂના ધંધાર્થીને દુકાન ભાડે આપનાર દુકાન માલિક વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: દારૃના ધંધાર્થીને  દુકાન ભાડે આપી તેની જાણ સ્થાનિક પોલીસને નહી કરનાર દુકાન માલિક સામે માંજલપુર પોલીસે જાહેરનામા ભંગનો કેસ કર્યો છે.

બિલ કેનાલ રોડ પર વી.એમ.પી.પ્લાઝા ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી વિપુલ ફરાસખાનાની દુકાનમાંથી બંધ બોડીના ટેમ્પામાં મમરાની બોરીની આડમાં વિદેશી દારૃ લઇ જવાતો  હતો.દારૃ અને બિયરની ૮,૮૪૧ બોટલ કિંમત રૃપિયા ૨૬.૧૫ લાખની મળી આવી હતી.સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ વાહનો,દારૃ,રોકડા ૨.૨૧ લાખ મળી કુલ ૩૩.૧૫ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.આ દુકાનના માલિક (૧) સંજય મફતભાઇ પટેલ (રહે.યોગીનગર સોસાયટી,અટલાદરા) તથા (૨)વિપુલ મફતભાઇ પટેલ (રહે.રણુ ગામ,તા.પાદરા) છે.તા.૧૫-૦૭-૨૦૨૧ થી તેઓએ પરપ્રાંતિય ભાડૂત રાજેશ ચૌધરી તથા શિલ્પા ચૌધરી ને માસિક ૧૪ હજારના ભાડાથી દુકાન આપી હતી.પરપ્રાંતિય  ભાડૂતની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરવાનું પોલીસ કમિશનરનું જાહેરનામુ છે.તેમછતાંય તે અંગેનો ભાડા કરાર કર્યો નહતો.અને પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી નહતી.જેથી,માંજલપુર  પોલીસે આ અંગે દુકાનના બંને માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.

 

(5:55 pm IST)