Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

મહાનગરોને હચમાવતો કોરોના : રાજ્યમાં નવા 60 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 58 દર્દીઓ સાજા થયા: નવસારીમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.101 :કુલ 8.17.745 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 2,40,943 લોકોનું રસીકરણ કરાયું

રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 12-12 કેસ ,અમદાવાદ કોર્પોરેશનમાં 8, કચ્છ, 7, સુરત કોર્પોરેશન 5, જામનગર કોર્પોરેશન 3, નવસારી 3, વડોદરા-વલસાડમાં 2-2, ભરૂચ, ભાવનગર કોર્પોરેશનમાં, જુનાગઢ, મહેસાણા, પોરબંદર અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયા : હાલમાં 581 એક્ટિવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં હતા,ત્યારે છેલ્લા કેટલાક ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 60 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 58 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 60 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 58 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.17.745 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી નવસારીમાં એક દર્દીનું મૃત્યુ થયું છે,  રાજયમાં કુલ મૃત્યુઆંક 10.101 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.71 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 2.94.532 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 8,64.92.183 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ  581એક્ટિવ કેસ છે, જેમાંથી 5 લોકો વેન્ટિલેટર પર અને 576 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,17.745 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી નવસારીમાં એક દર્દીનું મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.101 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 60 કેસમાં રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 12-12 કેસ ,અમદાવાદ કોર્પોરેશનમાં 8, કચ્છ, 7, સુરત કોર્પોરેશન 5, જામનગર કોર્પોરેશન 3, નવસારી 3, વડોદરા-વલસાડમાં 2-2, ભરૂચ, ભાવનગર કોર્પોરેશનમાં, જુનાગઢ, મહેસાણા, પોરબંદર અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયા છે

(8:35 pm IST)