Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ગાંધીનગર જિલ્‍લા પંચાયત હસ્‍તકના આરોગ્‍ય કેન્‍દ્રોમાં ફરજ બજાવતા ૩૧ તબીબી સ્‍ટાફ કોરોના સંક્રમિત થયા

જેમાં પાંચ મેડીકલ ઓફીસરોનો સમાવેશ

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના આરોગ્ય તંત્ર પર કોરોનારૂપી આફતના ઓળ ઉતરી આવ્યા છે.

એક તરફ કોરોનાથી લોકોને બચાવવા માટે આરોગ્યનો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યો છે ત્યારે બીજીતરફ ખુદ આ કોરોના વોરિયર્સ જ થર્ડ વેવના સકંજામાં સપડાઇ ચુક્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા 31 તબીબી સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે. જેમાં પાંચ મેડિકલ ઓફિસરોનો સમાવેશ થાય છે.

ગાંધીનગર તાલુકામાં એક મેડિકલ ઓફિસર સહિત નવ કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જ્યારે દહેગામ તાલુકામાં સૌથી વધુ 11 કર્મચારીઓ સંક્રમિત થયા છે. જેમાં બે મેડિકલ ઓફિસરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માણસામાં સાત આરોગ્ય કર્મચારીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. જ્યારે કાલોલમાં આ આંકડો 6 નો છે. અહિ એક મેડિકલ ઓફિસર સહિત છ કર્મચારીઓ કોરોનાની લપેટમાં આવી ગયા છે. રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘના કિરિટસિંહ ચાવડા પણ કોરોના સંક્રમિત થયા છે.

(11:43 pm IST)