Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રીના અધ્યક્ષસ્થાને પુનઃગઠિત સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટિની પ્રથમ બેઠક યોજાઇ

ગાંધીનગર ખાતે મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને પુનઃગઠિત સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટિની પ્રથમ બેઠકમાં આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા જલપ્લાવિત વિસ્તારોને રામસર સાઇટની માન્યતા પ્રાપ્ત થાય તે માટે ચકાસણી બાદ કાર્યવાહી કરવા નિર્ણય

ગાંધીનગર :ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રીના અધ્યક્ષસ્થાને પુનઃગઠિત સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટિની પ્રથમ બેઠક યોજાઇ હતી,  આ બેઠકમાં રાજ્યના જલપ્લાવિત વિસ્તારોના સંરક્ષણ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં આવેલા આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા જલપ્લાવિત વિસ્તારોને રામસર સાઇટની માન્યતા પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ચકાસણી બાદ આગળની કાર્યવાહી કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ, શહેરી વિકાસ વિભાગના અધિક સચિવ. ગ્રામ વિકાસ વિભાગના સચિવ,પ્રવાસન વિભાગના સચિવ. જળસંપત્તિ વિભાગના સચિવ, વન અને પર્યાવરણ વિભાગના અધિક સચિવ, હેડ ઑફ ધ ફૉરેસ્ટ ફૉર્સ, ગુજરાત અને ચીફ વાઈલ્ડ લાઈફ વૉર્ડન, ગીર ફાઉન્ડેશનના નિયામક, BISAGના નિયામક ,ગીર ફાઉન્ડેશનના વરિષ્ઠ વૈજ્ઞાનિક તથા વિષય નિષ્ણાંત સહિત સ્ટેટ વેટલૅન્ડ ઑથોરિટીના સભ્યઓ હાજર રહ્યા હતા.

(8:42 pm IST)