Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

તાપીમાં ભાજપના નેતાના ઘરે લગ્નમાં DJના તાલે કોરોના નીતિ-નિયમો નેવે મૂકી હજારો લોકો ઝૂમ્યા : ફરિયાદ દાખલ

તાલુકા પંચાયતના ઉપ પ્રમુખને ઘેર પ્રસંગ હતો :કનુ ગામીત,જીતુ ગામીત અને નિલેશ ગામીત સામે ફરીયાદ નોંધાઈ

તાપી જિલ્લાના ડોલવણમાં  યોજાયેલા એક  લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ડીજે પાર્ટીમાં સામેલ થયા હતા.. આ કાર્યક્રમની જાણ  થતા ડોલવણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી 

 

તાપીના ડોલવણમાં  કનુભાઇ રંગજીભાઈ ગામીત, જીતુભાઇ કનુભાઇ ગામીત, નિલેશભાઇ કનુભાઇ ગામીતે  કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર લગ્ન પ્રસંગનુ આયોજન કર્યું હતું. લગ્નનાના આયોજન સામે કોઈ વાંધો નાં હોય શકે, પરંતુ,  ડીજે બોલાવી  મોટી સંખ્યામાં લોકો ભેગા કરી કોવિડ ગાઈડ લાઈનનો જે રીતે ભંગ કરાયો તે અંગે કાર્યવાહી કરવામાં આવી છે. કોરોનાની વૈશ્વિકમહામારી સંદર્ભે રાજ્ય /કેન્દ્ર સરકારની એસઓપી તથા જાહેરનામાનું કોઈ પાલન કરાયું  નહોતું. ડોલવણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુનંદાબેનના દિયર રાહુલ ગામીતના લગ્ન પ્રસંગમાં હજારો લોકો DJનાં તાલે ઝૂમ્યા હતા અને સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું હતું. આ મુદ્દે,કનુ ગામીત,જીતુ ગામીત અને નિલેશ ગામીત સામે  ફરીયાદ નોંધાઈ છે.  . 

 

(8:43 pm IST)