Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

વડોદરા- હાલોલ રોડ પરથી ટુથપેસ્ટના બોકસની આડમાં કન્ટેઇનરમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

વિદેશી દારૂ, કન્ટેઇનર, મોબાઇલ, ટુથપેસ્ટના બોકસ મળી રૂ. 19,04,116નો મુદામાલ કબ્જે

વડોદરા રોડ પરથી ટુથપેસ્ટના બોકસની આડમાં કન્ટેઇનરમાં લઇ જવાતો 2.60 લાખનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂ, કન્ટેઇનર, મોબાઇલ, ટુથપેસ્ટના બોકસ મળી રૂ. 19,04,116નો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ હાલોલ- વડોદરા રોડ પર એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરતી હતી. દરમિયાન ડિસન્ટ હોટેલ નજીકથી કેસરી રંગનું કન્ટેનર પસાર થતું હતું. એસીબીની ટીમે તેને બાતમીના આધારે અટકાવી તપાસ કરતા તેમાં ટૂથપેસ્ટના બોક્સની આડમાં છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

તેથી પોલીસે રાજસ્થાનના અલવર જિલ્લાના ડ્રાઇવર મોહરસિંગ ભૂરીસિંગની ધરપકડ કરી હતી. અને રૂ.2,60,400 નો વિદેશી દારૂ, 10 લાખનું કન્ટેઇનર, 1 મોબાઇલ ફોન, રૂ.6,38,716ના ટુથપેસ્ટના બોકસ મળી કુલ રૂ.19,04,116નો મુદામાલ કબજે લીધો હતો. આ દારૂ નીરજ શર્માએ મોકલ્યો હોવાનું બહાર આવતા તેની વિરૂધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:27 pm IST)