Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

પલસાણાના ચલથાણ ગામે ગટર સાફ કરવા ઉતરેલા સાળા બનેવીનું ગૂંગણામણથી મોત

ગટર સાફ કરવા માટે એસિડ નાખતા એસિડના ધુમાડાથી બન્ને બેભાન થઈ ગયા હતા.

સુરત: પલસાણા તાલુકાના ચલથાણ ગામે સાળા બનેવીના ગૂંગડાઈ જવાને કારણે મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ બંને મજૂર બિલ્ડીંગની ચોકઅપ થયેલી ગટર સાફ કરવા ઉતર્યા હતા. ગટર સાફ કરવા માટે એસિડ નાખતા એસિડના ધુમાડાથી બન્ને બેભાન થઈ ગયા હતા.

બંને મજૂરોને બિલ્ડીંગ માલિક અને સ્થાનિકો સારવાર માટે 108 માં હોસ્પિટલ લઈ ગયા જ્યાં ફરજ પર હાજર તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. જણાવી દઈએ કે બંને સાળા બનેવી ગટર સાફ સફાઈનું કામ કરતા હતા

પલસાણા તાલુકાના ચલથાણ ગામે સંજીવની હોસ્પિટલની સામે ને.હા.48 ને અડીને આવેલા સત્યમ કોમ્પ્લેક્ષની વચ્ચે બનાવેલા ઓ.ટી.એસ. બિલ્ડીંગની સંડાસ બાથરૂમની મુખ્ય ગટર આવેલી છે જે થોડા થોડા દિવસોમા સફાઈ કરવા માટે બિલ્ડર બહારથી મજૂર મગાવી સફાઈ કરાવે છે.

ગત સોમવારના રોજ મોડી સાંજે આ ગટર સફાઈ માટે બિલ્ડરે પ્રમોદભાઈ રાજુભાઇ તેજી (30)(રહે, G-1 સનસીટી ચલથાણ મૂળ.કાલવાબારા તા.મકરાણા જી.નાગોર રાજસ્થાન) અને તેનો કાકાનો જમાઈ વિશાલ નામદેવ પોળ (38) (રહે, રામકબીર સોસાયટીની પાછળ કેતન પટેલના મકાનમાં) નાઓને બોલાવ્યા હતા.

મોડી સાંજે 7:30 વાગ્યાના અરસમાં બને આવ્યા અને સફાઈ માટે જરૂરી કેમિકલનો ડબ્બો અને સળિયો લઈ ઓ.ટી.એસ.માં રહેલી ગટરની સફાઈ કરવા ઉતર્યા હતા. આ દરમિયાન ગટરમાં ગૂંગળામણને કારણે બને સફાઈ કર્મી ગૂંગળાઈ બેભાન થઇ ઢળી પડ્યા હતા.

આ બંને વ્યક્તિને બિલ્ડર તેમજ સફાઈ કર્મીના સગા 108 ની મદદથી પલસાણા ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા ઘટના અંગે કડોદરા પોલીસે મૃતકના કાકા ટેકચંદ તેજી પાસેથી ફરિયાદ લઈ વધુ તપાસ હાથધરી છે

(6:27 pm IST)