Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના રસાયણ ભવનના સૌથી દીર્ઘકાલીન અધ્‍યક્ષ પ્રખર રસાયણ વિજ્ઞાની ડો.અરૂણ પરીખની ચીર વિદાય

અમદાવાદ એપોલો હોસ્‍પિટલમાં છેલ્લા શ્વાસ લીધા : જન્‍મદિવસે જ વિદાય લેવાનો યોગાનુયોગ : ૭૫ પીએચડી, ૩૫૦ સંશોધનપત્રો અને રસાયણ ભવનને સ્‍વનિર્ભર બનાવવામાં સિંહફાળો આપનાર વિદ્યાર્થીઓમાં પ્રિય શિક્ષક

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના રસાયણ ભવનના સૌથી દીર્ઘકાળ સુધી પ્રોફેસર અને અધ્‍યક્ષપદનું સુકાન સંભાળનારા અતિ યશસ્‍વી અને મેઘાવી સંશોધક તરીકે ગુજરાત અને દેશ વિદેશમાં જાણીતા એવા પ્રો.એ.આર.પરીખ (અરૂણભાઈ)નું ટંૂકી માંદગી પછી આજે અમદાવાદ ખાતે નિધન થયુ છે. સંજોગોવશાત આજે સવારે એપોલો હોસ્‍પિટલમાં સારવાર લઈ રહેલા ડો.પરીખનો જન્‍મદિન પણ હતો.

ગુજરાતના ગણ્‍યાગાંઠયા શ્રેષ્‍ઠ રસાયણશાષાીઓ પૈકી એવા ડો.એ.આર. પરીખ પત્રકાર જગતના ફુલછાબના તંત્રી શ્રી હિંમતભાઈ પારેખના સુપુત્રી અને રસાયણ વિજ્ઞાનના પ્રોફેસર અને હેડ ડો.હંસાબેન સાથે જોડાયા હતા. તેમના અમેરીકા સ્‍થિત પુત્ર કુંજલ અને પુત્રી ખ્‍યાતિને કોરોનાના કાળમાં જ બિમારી છતાં અહિં આવીને સેવા કરવાનો અવસર પણ પ્રાપ્‍ત થયો હતો.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ભાવનગર ખાતેના સ્‍કુલ ઓફ કેમીસ્‍ટ્રીમાં જોડાયા પૂર્વે તેજસ્‍વી કારકિર્દી ધરાવનાર ડો.એ.આર.પરીખે રાષ્‍ટ્રીય કક્ષાએ જાણીતા ડો.આર.ડી.દેસાઈ જેવી હસ્‍તી પાસે સંશોધન કર્યુ હતું. એ અગાઉ સર પી.પી.ઈન્‍સ્‍ટીટયુટ ઓફ સાયન્‍સ, ભાવનગરમાં આચાર્યપદે, વિરાણી સાયન્‍સ કોલેજમાં પણ થોડો સમય સેવાઓ આપી હતી. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ૧૯૭૯ થી ૨૦૦૪ સુધી ભવનના વડા તરીકે રહીને ડયુપોન્‍ટ યુકે, જહોન્‍સન એન્‍ડ જહોન્‍સન કાું. સાથે સંશોધન સહકાર કરીને લાખો ડોલર સૌરાષ્‍ટ્ર યુનિ. ને કમાવીને રસાયણ ભવનને આત્‍મ નિર્ભર બનાવ્‍યું હતું યુજીસીના નાણાં આવવાના બંધ થયા ત્‍યારે સમગ્ર દેશમાં આ મોડેલ વિકસાવી તેમણે નવી પ્રયોગશાળા, ગ્રંથાલયો તેમજ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ સેન્‍ટર સહિતના અતિ આધુનિક સુવિધા ઊભી કરી એ પાયાને આધારે જ રસાયણભવનમાં અન્‍ય મહત્‍વના નિર્માણો ડો. એચ. એચ. પારેખ (હંસાબેન) રાહબરી નીચે થઇ શકયા.

સંક્ષિપ્તમાં જણાવીએ તો ડો. એ. આર. પરીખ પાસે ૭પ થી વધુ વિદ્યાર્થીઓએ સંશોધન કાર્યો કરીને અનેક ફાર્મા-કેમીકલ્‍ અને અન્‍ય કંપનીઓના દેશ-વિદેશમાં સ્‍થાન પ્રાપ્ત કર્યુ પોતાના ઉદ્યોગો સ્‍થાપવા હતાં. તેમના ૩પ૦ થી વધુ સંશોધનપત્રો દેશ-વિદેશમાં પ્રકાશિત થયા હતાં. નિવૃતિ પછી પણ ઓર્ગેનિક કેમીસ્‍ટ્રીના ૭૦૦ થી વધુ પાનાના બે દળદાર ગ્રંથો પણ આપ્‍યા નિવૃતિ પછી બીજી ઇનીંગ્‍સમાં સૌ. યુનિ.ના બાયોકેમીસ્‍ટ્રી ભવનના સ્‍થાપક રહ્યા અને એલ. એસ. યુનિ.માં રસાયણશાષા અને અન્‍ય વિષયોના અનુસ્‍નાતક કેન્‍દ્રો અમદાવાદમાં સ્‍થાપિત કરી જીવનની છેલ્લી ક્ષણ સુધી કાર્યરત રહ્યા હતા. રસાયણ વિજ્ઞાન સાથે જીવોજીવ' ગઠબંધન રાખનારા ડો. એ. આર. પરીખ સૌ. યુનિ.માં વિદ્યાશાખાના ડીન, સીન્‍ડીકેટ સભ્‍ય તરીકે વર્ષો સુધી રહીને માર્ગદર્શન આપી નવા નવા અભ્‍યાસક્રમો દાખલ કરાવ્‍યા હતાં. તેમની વિદાયથી રસાયણભવનની સ્‍થાપના કાળથી આજ સુધીનો એક યુગ પુરો થાય છે.

તેમને અનેક એવોર્ડ તેમજ રશિયન એવોર્ડથી પણ વિભૂષિત કરવામાં આવ્‍યા હતા ઓફસ ફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા તેમના રસાયણવિજ્ઞાન ગ્રંથે પણ પ્રકાશિત કરવામાં આવ્‍યા છે.

રસાયણભવનમાં તેમના રપ થી વધુ વર્ષની અધ્‍યક્ષપદે રહીને તમામ રવિવારે પ૧ સંશોધકોને માર્ગદર્શન આપવા તેમજ અધ્‍યાપન કાર્ય કરાવનારા, જુઇ અધ્‍યાપકોમાં તેઓએક આદર્શ રૂપ હતા અને નવી પેઢીના અધ્‍યાપકો માટે તેઓ એક દાખલારૂપ અધ્‍યાપનકાર્ડ  કરાનાર તરીકે તેમજ ઉતમ સંશોધક તરીકે ચીર સ્‍મણીય સ્‍થાન પ્રાપ્ત કરતા ગયા છે સૌરાષ્‍ટ્રયુનિ. અને સમગ્ર ગુજરાતના શિક્ષણજગતને તેમની વિદાયથી ભારે આંચકો અનુભવ્‍યો છે હજારો ગ્રામીણ-શહેરી વિદ્યાર્થીઓમાં રસાયણીક વિજ્ઞાન પરત્‍વે  પ્રીતી પેદા કરનાર જન્‍મજાત શિક્ષકની વિદયાથી તેમના સાથીઓ અને વિદ્યાર્થીઓને ભારે શોક અનુભવ્‍યો છે.

(5:46 pm IST)