Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

માઘ સ્નાન ધર્મ અને વિજ્ઞાન સાથે ઓતપ્રોત છે. કડકડતી ઠંડીમાં માઘ સ્નાન કરતા SGVP ગુરુકુલના સંતો: ૧૭ જાન્યુઆરીએ શરુ થયેલ માઘસ્નાન ૧૬ ફેબ્ર્આરીએ પૂર્ણાહૂતિ

    અમદાવાદ તા.19 આપણો ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે. આપણા ઋષિમુનિઓએ સમાજના કલ્યાણ માટે પોતાના જ્ઞાન અને અનુભવોના નિચોડરુપ શાસ્ત્રો રચ્યા  છે.

    ચાતુર્માસ દરમ્યાન નવરાત્રી, એકાદશીએ કરાતા ઉપવાસ વિજ્ઞાનની દ્રષ્ટિએ આરોગ્યવર્ધક હોય છે. આવા વ્રતો જો ભગવત પ્રસન્નાર્થે  કરવામાં આવે તો મોક્ષમૂલક બની જાય છે.

    પોષ સુદી પુનમથી મહા સુદી પુનમ તા.૧૭-૦૧-૨૦૨૨ થી ૧૬-૦૨-૨૦૨૨ એક માસ સુધી કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરવું તેને માઘ સ્નાન કહેવાય છે. આવું સ્નાન કરવાથી ખડતલપણું અને સાહસિકતા જેવા ગુણો કેળવાય છે.

    સમુદ્ર કે તળાવ નજીક ન હોયતો કુંભારને ત્યાંથી કોરા માટલા લાવી, તેમાં સાંજે પાણી ભરી,  તે ઠંડા પાણીથી સ્નાન કરવું તેને માઘસ્નાન કહેવાય છે.

    હાલ શાળામાં તેમજ છાત્રાલયમાં રજા હોવાથી વિદ્યાર્થીઓ અને ઋષિકુમારો માઘ સ્નાનમાં જોડાયા નથી, ફકત સંતો જ જોડાયા છે.

 

(11:24 am IST)