Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

રાજપીપળામાં PSI પાઠકે વેકસ નો ત્રીજો ડોઝ લઈ જનતાને અવશ્ય વેક્સીન લેવા અપીલ કરી સ્વસ્થ રહેવા આપ્યો મેસેજ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં નર્મદા જિલ્લામાં પોલીસ વિભાગ સહિતના સરકારી અધિકારીઓ, કર્મચારીઓને કોરોના વેક્સીનના બુસ્ટર ડોઝ આપવાની કામગીરી ચાલી રહી છે જેમાં આજે રાજપીપળા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પી.એસ.આઇ કે. કે.પાઠકએ વેક્સીન નો ત્રીજો બુસ્ટર ડોઝ લીધા બાદ જનતા માટે ખાસ અપીલ કરતા જણાવ્યું કે હાલમાં ઓમીક્રોન નો વાયરસ ખૂબ જ ઝડપી વધી રહ્યો છે માટે વેક્સિન અવશ્ય લો અને સરકાર દ્વારા લાગુ કરાયેલા કોવિડના નિયમનું ચુસ્ત પાલન કરી સૌ સુરક્ષિત રહી આપણા દેશને સુરક્ષિત રાખવામાં યોગદાન આપો

(11:39 am IST)