Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

રાજપીપળામાં બાઈક ચોરીના વધતા બનાવો અંકુશમાં લેવા એક્ઝીટ પોઇન્ટ પર રાત્રી સમયે પોલીસનું કડક ચેકીંગ શરૂ થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં બાઈક ચોરીના બનાવો સતત વધી રહ્યા છે જેમાં ટાઉન પી.આઈ.જે. જી.ચૌધરી દ્વારા શહેરની ફરતે દરેક એન્ટ્રી એક્ઝીટ પોઈંટો પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે જે રાત્રે વાહન ચર્કિંગ કરી જરૂરી પૂછપરછ કરી રહી હોય કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે વાહન જણાઈ તો તુરત પગલાં લેવા માટે પોલીસનો તખ્તો ગોઠવાયો છે માટે શહેરમાં બાઈક ચોરી કે અન્ય કોઈપણ ગેરકાયદેસર ગતિવિધિ પર હાલમાં ટાઉન પોલીસ સતત વોચ રાખતી નજરે પડે છે
જોકે તારીખ 17 જાન્યુઆરીની રાતથી શહેરમાં આવતા અને બહાર જતા દરેક પોઇન્ટ ઉપર પોલીસ કાફલો તૈનાત કરાયો છે તયારે હાલ કોઈ વાંધાજનક વાહન કે વ્યક્તિ જોવા મળ્યા નથી પરંતુ હવે બાઈક કે અન્ય વાહન સહિતની પ્રવૃત્તિઓને અંજામ આપનાર પોલીસની બાઝ નજરમાંથી નહિ બચી શકે તેમ પી. આઈ.ચૌધરીએ જણાવ્યું હતું.

(12:37 pm IST)