Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

રાજપીપળા દરબાર રોડ પર દોરામાં ફસાયેલા 3 કબૂતર અને 1 ઘુવડને 1962ની ટીમે રેસ્ક્યુ કરી સારવાર આપી ઉડતા કર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ સારી રીતે ઉજવાયો પરંતુ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં 18 જેવા પક્ષીઓ પતંગના દોરાથી ઈજગ્રસ્ત થયા જેને ડોકટરો એ સારવાર આપી હતી જ્યારે ઉતરાયણના ત્રીજા દિવસ એટલે કે તારીખ 17 જાન્યુઆરી એ સાંજ સુધીમાં 1962 ટીમે રાજપીપળા દરબાર રોડ પાસેથી કોલ મળતા પતંગના દોરામાં ઉપર લટકતા 3 કબૂતર અને 1 ઘુવડ નું રેસ્કયુ કર્યું તેને નીચે ઉતારી 1962ના ડોકટરે અને પશુ દવાખાનાના ડોકટરે સારવાર આપી આ ચાર પક્ષીઓને નવજીવન આપી આકાસમાં છોડ્યા હતા.આમ ઉતરાયણના ત્રણ દિવસ દરમીયાન રાજપીપળાના પશુ દવાખાના અને 1962 એમ્બ્યુલન્સના ડોકટરોએ ટોટલ 22 જેટલા ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવ્યા હતા.

(11:44 am IST)