Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

કરજણ નહેરના પાણી માટે 15 વર્ષથી ટળવળતા ખેડૂતો, હાલ ચાલતી નહેરની કામગીરીનું સાંસદે નિરીક્ષણ કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકામાં આવેલી કરજણ નહેરના પાણી બાબતે ખેડૂતો લગભગ 15 વર્ષથી કકળાટ કરતા હતા છતાં સિંચાઈ માટેનું પાણી ખેડૂતોને ન મળ્યું બાદમાં હાલ આ નહેર નું કામ ચાલુ થયું હોય જ્યાં સાંસદ મનસુખભાઇ વસાવા તેમના કાફલા સાથે નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ત્યારે 14 કરોડમાં બની રહેલી નહેરનું કામ યોગ્ય કરવા કામ કરતી એજન્સી ના કર્મચારીઓને જરૂરી સૂચના મનસુખભાઇએ આપી હતી જોકે મનસુખભાઇએ આ તબક્કે જણાવ્યું કે જિલ્લામાં અધિક્ષક ઈજનેર કરજણની કચેરી રાજપીપળા ખાતે નથી પરંતુ આ કચેરી વડોદરા હોય જે ફરી રાજપીપલા ખાતે આવે તેવા પ્રયાસો હું કરીશું તથા કરજણ નહેરના કામ બાબતે સરકારમાં લેખિતમાં રજૂઆત કરીને સરકારનું ધ્યાન દોરીશ તેવી સ્થાનિક ખેડૂતોને ખાત્રી આપી હતી.

(11:46 am IST)