Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ધો.૯ અને ૧૧ માં બીજી કસોટીમાં ૧પ અને વાર્ષિક પરીક્ષામાં ર૪ ગુણના હેતુલક્ષી પ્રશ્નો પુછાશે

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯ અને ૧૧ સાયન્સનું પ્રશ્નપત્ર પરીરૂપ અને ગુણભાર જાહેર કર્યા

રાજકોટ, તા., ૧૯:  ગુજરાત રાજય માધ્યમિક  અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  ધો.૯ અને ધો.૧ર વિકલ્પોના પ્રશ્નપત્ર પરીરૂપ ગુણભાર જાહેર કર્યા છે.

ધો.૯ અને ધો.૧૧માં બીજી કસોટીમાં ૧પ ગુણના હેતુલક્ષી પ્રશ્નો પુછાશે. જયારે વાર્ષિક પરીક્ષામાં ર૪ ગુણના હેતુલક્ષી પ્રશ્નો પુછવાનું નક્કી કરાયું છે. બોર્ડ દ્વારા પ્રશ્નપત્રના પરીરૂપ સાથે નમુનાના પ્રશ્નપત્રો જાહેર કર્યા છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધો. ૯ થી ૧રની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. ધો. ૯ અને ધો. ૧૧ સાયન્સના બાકીના વિકલ્પોના પરિરૂપ અને પ્રકરણ દીઠ ગુણ ભાર હવે પછી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. ધો. ૯ માં દ્વિતીય કસોટી માટે જાહેર કરાયેલા પરિરૂપ પ્રમાણે પ૦ ગુણના પ્રશ્નપત્રમાં ૧પ ગુણના હેતુલક્ષી પ્રશ્નો પુછવામાં આવશે. જયારે ૪ ગુણના અતિ ટુંકા જવાબી પ્રશ્નો રહેશે.

(3:26 pm IST)