Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

સુરતમાં એસીબીનું સફળ ટ્રેપઃ બે લોકરક્ષક ૨૦ હજારની લાંચ લેતા પકડાયા

સુરત, તા.૧૯:એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ૨ લોકરક્ષક એજાઝ હુસેનભાઈ જુનેજા (લોકરક્ષક વર્ગ-૩ ઉમરા પોલીસ સ્ટેશન) તથા અમીતભાઈ ધીરૂભાઈ રબારી (લોકરક્ષક વર્ગ-૩ ઉમરા પોલીસ સ્ટેશન) જાહેરમાં રૂ.૨૦ હજારની લાંચ લેતા પકડાયા છે.

આ કામના ફરીયાદી વિરુધ્ધ પૈસાની લેવડ દેવડ બાબતની અરજી આવેલ છે અને જો આ  અરજીનો નિકાલ કરવો હોય તો તારે મને રૂ.૨૦,૦૦૦ આપવા પડશે અને નહીં આપે તો ગુનો દાખલ થશે તેવી ધમકી આ કામના આરોપી નં.(૧)એ ફરીયાદીને આપી રૂ.૨૦,૦૦૦ની લાંચની માંગણી કરેલ.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેઓએ એસીબીના ટોલ ફ્રી નં.૧૦૬૪ નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે ટ્રેપીંગ અધિકારી એ.કે.ચૌહાણ, પો.ઇન્સ.એસીબી (ફિલ્ડ), સુરત એકમ, સુરત દ્વારા સુપર વિઝન અધિકારીશ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરતના માર્ગદર્શન હેઠળ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે મોબાઇલ ઉપર હેતુલક્ષી વાતચીત કરેલ તેમજ આરોપી નં.૧ ના કહેવાથી આરોપી નં.૨ નાએ સ્થળ ઉપર લાંચની રકમ રૂ.૨૦,૦૦૦ સ્વિકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ છે. 

ઉપરોકત આરોપી નં.૨ નાઓને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપી નં.૧ ટ્રેપ દરમ્યાન મળી આવેલ નથી.

(3:55 pm IST)