Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

પ્રાંતિજના કાટવાડ નજીક બાઈક પર જઈ રહેલ દંપતીને ઇકોકારે હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત

  પ્રાંતિજ:ના કાટવાડ પાસે બાઇક ઉપર જઇ રહેલા સલાલના દંપતીને અકસ્માત નડયો હતો. ઇકોકાર ચાલકે પાછળથી ટક્કર મારી બાઇક ઉપર જઇ રહેલા દંપતીને ઈજા થઇ હતી અને બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અને અકસ્માત બાદ ઇકો કાર ચાલક નાસી છૂટયો હતો. પ્રાંતિજના સલાલ ખાતે રહેતા જીવણભાઇ ગાંડાભાઇ રાવળ તથા તેમની પત્ની ગીતાબેન જીવણભાઇ રાવળ બાઇક લઈને હિંમતનગર બાજુ જઇ રહ્યા હતા તે દરમિયાન પ્રાંતિજના કાટવાડ પાસે ઇકોકાર ચાલક  પુર ઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી લાવી આગળ બાઇક ઉપર જઇ રહેલા દંપતીના બાઇકને પાછળથી ટક્કર મારતા જીવણભાઇ ગાંડાભાઇ રાવળ તથા તેમના પત્ની ગીતાબેન જીવણભાઇ રાવળને બાઇક સાથે નીચે પાડી દીધા હતા. અજાણ્યો ઇકો ચાલક અકસ્માત બાદ નાસી છૂટયો હતો. પતિ-પત્નીને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા.બાઇક ચાલક જીવણભાઇ ગાંડાભાઇ રાવળને પગે તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ તથા તેમના પત્નીને  ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત જીવણભાઇ ગાંડાભાઇ રાવળને પહેલા હિંમતનગર સિવિલ અને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયા સારવાર દરમિયાન જીવણભાઇ ગાંડાભાઇ રાવળનંુ મોત નિપજયુ હતુ.

(5:25 pm IST)