Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ગાંધીનગરમાં ગઠીયાઓનો આતંક:ડેપોમાં મહિલાનું 90 હજાર ભરેલ પર્સ સેરવી છુમંતર થઇ જતા પોલીસ ફરિયાદ

ગાંધીનગરઃ રાજયના પાટનગર ગાંધીનગરના એસટી ડેપોમાં દરરોજ હજારો મુસાફરોની અવરજવર રહે છે ત્યારે અહીં ગઠીયા ટોળકી સક્રિય રહે છે ત્યારે ગઈકાલે વધુ એક મુસાફરનું ૯૦ હજાર રૃપિયા ભરેલું પાકીટ ગઠીયો ચોરી ગયો હતો. આ મામલે એસટી ડેપોના તંત્રને જાણ કરવામાં આવી હતી અને સે-૭ પોલીસને પણ બનાવથી વાકેફ કરવામાં આવી હતી. ડેપોમાં વધતી જતી ચોરીની ઘટનાઓ છતાં અહીં પોલીસ પોઈન્ટ નહીં ગોઠવવાના કારણે ચોરીઓ અટકતી નથી.

હાલ ગાંધીનગરમાં ઘરફોડ ચોરીની મોસમ ખુલી છે ત્યારે નાની મોટી ચોરીઓ કરતાં ગઠીયાઓ પણ સક્રિય થયા છે. ખાસ કરીને જાહેર સ્થળો અને ગાંધીનગર એસટી ડેપોમાં ગઠીયા ટોળકીનો આતંક સમવાનું નામ લેતો નથી. એસટી તંત્રમાં ફરજ બજાવતાં કેટલાક કર્મચારીઓ દ્વારા અવારનવાર ચોરી કરવા માટે આવતાં ગઠીયાઓને પકડી પાડવામાં આવતાં હોય છે. જો કે તેમને પોલીસ હવાલે કરવામાં આવે છે પરંતુ તેમની સામે કોઈ ગુનો દાખલ નહીં થવાના કારણે તેઓ બિન્દાસ્ત ડેપોમાં ચોરી કરતાં હોય છે. ત્યારે આ સ્થિતિમાં ગઈકાલે વધુ એક મુસાફરનું ખિસ્સુ કપાયું છે. ગાંધીનગરથી મહેસાણા બસમાં બેસવા માટે જઈ રહેલા આધેડના ખિસ્સામાંથી ૯૦ હજાર રૃપિયા ભરેલું પાકીટ ગઠીયાઓ ભીડભાડનો લાભ લઈને તફડાવી ગયા હતા. આધેડ બસમાં બેઠા ત્યારે તેમને ચોરીનો અંદાજ આવતાં તેમણે આ મામલે કંડકટરને જાણ કરી હતી અને બસમાં તપાસ કરવા છતાં ગઠીયાઓનો કોઈ અતોપતો લાગ્યો નહોતો. બીજી બાજુ આ અંગે ડેપોના તંત્ર અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. નોંધવું રહેશે કે છેલ્લા ઘણા સમયથી એસટી ડેપોમાં ગઠીયાઓનો આતંક હોવા છતાં રજુઆત બાદ પણ અહીં પોલીસ પોઈન્ટ મુકવામાં આવતો નથી. જેથી ચોરીની ઘટનાઓ અટકવાનું નામ જ લેતી નથી. 

(5:26 pm IST)