Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

નડિયાદ:ડુમરાલ ગરનાળા નજીક નહેરમાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

નડિયાદ : નડિયાદ પશ્ચિમ ડુમરાલ ગરનાળા નજીક નહેરમાંથી મંગળવારે સવારે એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા કેનાલ પાસે ઉમટી પડયાં હતા. 

નડિયાદ પશ્ચિમમાં અનેરી હાઈટ્સ પાસેથી મોટી કેનાલ પસાર થાય છે. ડુમરાલ જવાના ગરનાળા નજીક નહેરમાંથી આજે સવારે પાણીમાં લાશ તરતી જોવા મળી હતી. જેથી લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ અજાણી મહિલા આશરે ૪૦થી ૪૫ વર્ષની હોવાનું જણાય છે. મહિલાએ નહેરમાં પડી આપઘાત કર્યો કે કોઈએ મારીને ફેંકી દીધી છે તે અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મહિલાની ઓળખ માટે નડિયાદ પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી છે. નડિયાદ પશ્ચિમ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(5:27 pm IST)