Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

સુરત:ત્રણ સંતાનની માતાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી તરછોડી દેનાર નરાધમને ઝડપવા પોલીસે કાર્યવાહી હાથ ધરી

સુરત: મહારાષ્ટ્રના વિરારમાં રહેતી ત્રણ સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ કર્યા બાદ તરછોડી દઇ બદનામ કરવાની ધમકી આપનાર કૌટુંબિક દિયર વિરૂધ્ધ અમરોલી પોલીસમાં ફરીયાદ નોંધાય છે. મહારાષ્ટ્રના વિરારમાં રહેતી શ્રમજીવી પરિવારની ત્રણ સંતાનની માતા કુસુમ (ઉ.વ. 27 નામ બદલ્યું છે) ના ઘરે પાંચેક મહિના અગાઉ કથા હતી. તે દરમિયાન કુસુમનો પરિચય તેના કૌટુંબિક દિયર સુમીત વિજય મિશ્રા (રહે. ક્રિષ્ના સોસાયટી, અમરોલી) સાથે થયો હતો અને બંનેએ મોબાઇલ નંબરની આપ-લે કરી રોજબરોજ વાત કરતા હતા. દરમિયાનમાં રીક્ષા ચાલકે કુસુમને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી.

ત્યાર બાદ સુમીત કયારેક વિરાર જતો હતો અને કુસુમ અમરોલી આવતી હતી. આ અરસામાં સુમીત તેના મિત્ર રાજેશ તિવારીના ઘરે કુસુમને લઇ જઇ એકલતાનો લાભ લઇ દુષ્કર્મ કર્યુ હતું. આ રીતે સુમીતે વારંવાર કુસુમ સાથે દુષ્કર્મ કર્યા બાદ તરછોડી દઇ બદનામ કરવાની ધમકી આપી હતી. જેને પગલે કુસુમે મહારાષ્ટ્રના વિરાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. 

(5:29 pm IST)