Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

સુરતના સરથાણા વિસ્તારમાં માનસિક બીમારીથી કંટાળી વૃધ્ધે શરીરે આગ ચાંપી જીવનલીલા સંકેલી લેતા ચકચાર

સુરત : સરથાણામાં માનસિક બિમારીના લીધે વૃધ્ધાએસિંગણપોરમાં એકલવાયુ જીવનથી કટાંળીને યુવાનેરાંદેરમાં ચાની લારીં બંધ રાખવા મુદે પુત્ર સાથે રકઝકમાં પિતાએકાપોદ્રામાં આર્થિક ભીંસમાં જમીન દલાલેઅમરોલીમાં માનસિક બિમારીના લીધે યુવાને અને રાંદેરમાં ટેન્શનમાં આવી યુવાને આત્મહત્યા કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ સરથાણામાં યોગીચોક પાસે એપલ એવન્યુ રેસીડન્સીમાં રહેતા ૬૫ વર્ષીય શામુબેન કાનજીભાઇ સુતરીયાએ સોમવારે સવારે ઘરમાં જાતે દીવાસળી વડે પહેરેલી સાડીને સળગાવી દેતા દાઝી ગયા હતા. ખાનગી હોસ્પિટલમાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયા હતા. પોલીસે કહ્યુ કે શામુબેન મુળ ભાવનગરના ઉમરાડાના વતની હતી. તે છેલ્લા સાત વર્ષથી માનસિક બિમારીથી પીડાતા હોવાથી આ પગલુ ભર્યુ હતુ. બીજા બનાવમાં સિંગણપોરગામમાં નવો મહોલ્લામાં રહેતો ૩૦ વર્ષીય લાલુ ગોવિંદભાઇ રાઠોડે સોમવારે રાતે ઘરમા લાકડા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પોલીસે જણાવ્યુ કે લાલુને ઘણા વર્ષ પહેલા પત્ની છોડીને જતી રહી હતી. એકલવાયુ જીવનથી કટાંળીને તેણે આ પગલુ ભર્યુ હતુ. તે છુટક કામ કરતો હતો. ત્રીજા બનાવમાં રાંદેરના તારવાડી ખાતે ગેલ ટાવર પાસે નિલાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા ૫૦ વર્ષીય રમેશભાઇ ચિંધાભાઇ જગતાપે આજે વહેલી સવારે ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો.  રમેશભાઇ અને તેમના પુત્ર અડાજણમાં પ્રાઇમઆર્કેટ નજીક ચાની લારી ચલાવે છે. જોકે તહેવારમાં ચાની લારી બંધ રાખી હતી. તેથી રમેશભાઇએ પુત્રને લારી કેમ બંધ રાખી એવુ કહેતા આ મુદે રકઝક બાદ તેણે આ પગલુ ભર્યુ હતુ.

(5:30 pm IST)