Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

રાજપીપળા પોલીસે ત્રીજી રાત્રે શહેરના તમામ પોઇન્ટ ઉપર નાકાબંધી યથાવત રાખી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં મોટરસાઈકલ ચોરિના વધતા બનાવોને અટકાવવા અને શંકાસ્પદ વ્યક્તિઓને પકડવા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ રાજપીપળા પોલીસ સ્ટેશનના પી.આઈ.જે.જી ચૌધરીએ શહેરના તમામ બહાર જતા પોઇન્ટ ઉપર નાકાબંધી માટે બેરીકેટ લગાવી પોલીસ જવાનો તૈનાત કર્યા છે જેમાં સતત ત્રણ દિવસથી આ કામગીરી ચાલુ છે ત્યારે હાલમાં વાહન ચોરીની કોઈપણ ઘટના પોલીસ દફતરે નોંધાઈ નથી અને પોલીસ નાકાબંધી દરમ્યાન પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વાહન પકડયું નથી માટે હાલમાં શહેરના વાહન માલિકોને ચોરી બાબતે રાહત થઈ છે.

(10:43 pm IST)