Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

રાજપીપળા દરબાર રોડ પર ભૂગર્ભ ગટરના કામમાં બીજીવાર અંડરગ્રાઉન્ડ કેબલ તૂટતા વીજપુરવઠો ખોરવાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા શહેરમાં ઘણા લાંબા સમયથી ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ છે જેમાં અનેક જગ્યાઓ ઉપર પાણીની લાઈનો તૂટી,વીજળીના વાયરો તૂટ્યા હોવાના બનાવ બન્યા છે ત્યારે આજે દરબાર રોડ જૂની પોસ્ટ ઓફીસ પાસે જેસીબીથી થતા ખોદકામ દરમિયાન વીજ કંપનીનો અન્ડરગ્રાઉન્ડ વાયર બ્રેક થતા કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો,જેસીબીથી કામ કરતા વ્યક્તિઓને એજન્સીના સુપરવાઈઝર એ કેબલ ન તૂટે એ રીતે કામ કરવા સૂચના આપી બાકીની કામગીરી કરાવવી હિતાવહ રહેશે

આ બાબતે વીજ કંપનીના ઈજનેર ડી .એ. ટંડેલએ જણાવ્યું કે ગટરની કામગીરીમાં કેબલ તૂટતા અવાર નવાર લાઈટો જાય છે માટે ગટરની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી તકલીફ રહેશે.

(10:46 pm IST)