Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

ઓખા - વારાણસી અને પોરબંદર -સંતરાગાછી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન : 22 માર્ચથી ટિકિટ બુકીંગ શરૂ

અમદાવાદ : યાત્રિકોની સુવિધા માટે રેલવેએ ઓખા -વારાણસી અને પોરબંદર સંતરાગાછી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવા નિર્ણંય કર્યો છે,રાજકોટ ડિવિઝનના  ડીસીએમ અભિનવ જૅફ મુજબ ટ્રેન ન, 09069 વારાણસી સુપર ફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવારે 14,05 વાગ્યે ઓખાથી રવાના થશે,અને શનિવારે 2 વાગ્યે વારાણસી પહોંચશે,આ ટ્રેન 15મી એપ્રિલ 2021થી આગામી સૂચના સુધી દોડશે,આ પ્રકારે ટ્રેન ન,09070 વારાણસી ઓખા સુપર ફાસ્ટ સ્પેશિયલ વારાણસીથી દર શનિવારે 21,55 વાગ્યે પ્રસ્થાન કરશે,અને સોમવારે 7,45 વાગ્યે ઓખા પહોંચશે, આ ટ્રેન 17 એપ્રિલ-2021થી આગામી સૂચના સુધી ચાલશે,

 આ ટ્રેન દ્વારકા,,ખભાળિયા ,જામનગર, હાપા,રાજકોટ, સુરેન્દ્રનગર,વિરમગામ,અમદાવાદ,આણંદ ,વડોદરા,રતલામ,નાગદા ,કોટા,સવાઈ માધોપુર, ગંગાપુર સીટી, આગ્રા ફોર્ટ,ટુંડલા , કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ ,જંધાઈ ,અને ભદોહી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે,આ ટ્રેનમાં એસી,2 ટાયર એસી,3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના સીટિંગ કોચ પણ હશે

(10:35 pm IST)