Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

હોલી કે મૌસમમેં રંગો કે સપને, સપનો કે રંગોમેં ભીગે સબ અપને

રવિવારથી હોળાષ્ટક : લગ્નોત્સવ ૨૪ એપ્રિલથી

તા. ૨૧ સવારે ૭.૧૯ થી તા. ૨૮ રાત્રે ૧૨.૧૯ સુધી હોળાષ્ટક : શુભ કાર્યોમાં બ્રેક

રાજકોટ તા. ૧૯ : ફાગણ મહિનાનો શુભારંભ થઇ ગયો છે. ઉનાળો જામી ગયો છે. પૌરાણિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મહિમાવંતા હોળી - ધૂળેટીના તહેવારો આવી રહ્યા છે. રવિવારથી એક અઠવાડિયા માટે હોળાષ્ટક શરૂ થશે. હાલ શાસ્ત્રોકત દ્રષ્ટિએ લગ્નના મુહૂર્તો નથી. લગ્નોત્સવના નવા તબક્કાનો પ્રારંભ તા. ૨૪ એપ્રિલથી થશે.

શાસ્ત્રી શ્રી લલિતકુમાર એલ. ભટ્ટ (મો. ૮૧૪૧૫ ૨૮૦૫૦)ના કથન મુજબ તા. ૨૧ રવિવારે સવારે ૭.૧૯ વાગ્યાથી હોળાષ્ટકનો પ્રારંભ થાય છે અને તા. ૨૮ રવિવારે હોળીની રાત્રે ૧૨.૧૯ વાગ્યા સુધી હોળાષ્ટક રહેશે. બીજા દિવસે તા. ૨૯મીએ સોમવારે ધૂળેટી છે. હોળાષ્ટકના સમયમાં સગાઇ, લગ્ન, વાસ્તુ, ખાતમુહૂર્ત, ઉદ્ઘાટન જેવા શુભ પ્રસંગો શાસ્ત્રોકત દ્રષ્ટિએ કરવા યોગ્ય નથી. આ વર્ષે હોળાષ્ટક પૂરા થયા પછી ૨૫ દિવસે લગ્નોત્સવ શરૂ થાય છે. એપ્રિલ, મે મહિનાના લગ્નના મંગલ મુહૂર્તો આ મુજબ છે.

એપ્રિલના લગ્નોત્સવ

તારીખ

વાર

૨૪

શનિવાર

૨૫

રવિવાર

૨૬

સોમવાર

૨૭

મંગળવાર

૨૯

ગુરૂવાર

મે મહિનો

૦૧

શનિવાર

૦૪

મંગળવાર

૦૮

શનિવાર

૨૧

શુક્રવાર

૨૨

શનિવાર

૨૪

સોમવાર

૨૬

બુધવાર

૨૮

શુક્રવાર

૩૦

રવિવાર

૩૧

સોમવાર

(11:41 am IST)