Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

સુરતના વરીયાવ-છાપરાભાઠા રોડ નજીક માનસિક અસ્થિર યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના વરીયાવ-છાપરાભાઠા રોડ પરથી મહિના અગાઉ મળી આવેલી માનિસક અસ્થિર અને મુકબધીર યુવતીને કામરેજના માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડીકલ ચેકઅપ કરાવતા 3 મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું છે. જેને પગલે મુકબધીર યુવતી સાથે કોઇક અજાણ્યાએ દુષ્કર્મ કર્યાની ફરીયાદ અમરોલી પોલીસમાં નોંધાય છે.
વરીયાવ-છાપરાભાઠા રોડ પરથી પસાર થઇ રહેલા રીક્ષા ચાલકને ડી.ડી. સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ નજીક રોડની સાઇડ પર અસ્તવ્યસ્ત કપડામાં બેઠેલી એક યુવતી પર નજર પડી હતી. રીક્ષા ચાલકે માનવીય અભિગમ યુવતીનું નામ અને કયાં રહે છે તે અંગે પૃચ્છા કરી હતી. પરંતુ યુવતી રીક્ષા ચાલકની એક પણ વાત સમજી શકી ન હતી કે તેની વાત પર ધ્યાન પણ આપ્યું ન હતું. જેથી યુવતી મુકબધીર અને માનસિક અસ્થિર હોવાનું જણાય આવતા અન્ય રાહદારીઓની મદદ લઇ યુવતીને સલામત ઠેકાણે પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન રીક્ષા ચાલકે કામરેજ સ્થિત ધોરણ પારડી ખાતે કાર્યરત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. જેથી ટ્રસ્ટના સ્વયંસેવકો તુરંત જ દોડી આવ્યા હતા અને માનસિક અસ્થિર અને મુકબધીર જણાતી યુવતીને ટ્રસ્ટ ખાતે લઇ ગયા હતા. ટ્રસ્ટના સ્વયંસેવકોએ પણ યુવતીનું નામ, સરનામું તથા પરિવારની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતી કોઇ પણ પ્રકારનો ઉત્તર આપતી ન હતી. દરમિયાનમાં બે દિવસ અગાઉ ટ્રસ્ટ દ્વારા યુવતીનું મેડીકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.

(5:21 pm IST)