Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

સુરતમાં કોરોનાનો વિસ્ફોટ: 8 કલાકમાં 226 કેસ

રાજકોટ: ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે અને તેમાં ખાસ સુરતના રાંદેર- અઠવા તથા લીંબાપત વિસ્તારોમાં કોરોનાના એક સાથે જથ્થાબંધ કેસ વધતા ચોકી ઉઠેલા મહાપાલિકા કમિશ્ર્નરે આ ક્ષેત્રમાં પ્રવેશ પુર્વે ચેતવણીના બોર્ડ લગાવી દીધા છે અને આ ક્ષેત્રમાં કોરોના સંક્રમણ વ્યાપકપણે ફેલાયુ હોવાથી બહારના લોકોને બહું આવશ્યકતા હોય તો જ આ ક્ષેત્રમાં આવાગમન કરવા ચેતવણી આપવામાં આવી છે.

સુરતમાં ગઈકાલે 363 કેસ નોંધાયા હતા. આજે બપોર સુધીમાં જ શહેરમાં 182 સાથે જીલ્લામાં કુલ 226 કેસ નોંધાયા છે અને તેની સાંજ સુધીમાં આ આંકડો 400થી વધુ વધી જવાનો ભય છે. તેથી અનેક વિસ્તારો જયાં કોરોના કેસ વધુ છે તે ક્ષેત્રના દરેક પ્રવેશ નાકા પર ચેતવણીના બોર્ડ લાગી ગયા છે અને લોકોને જોખમી ક્ષેત્રથી દૂર જ રહેવા ખાસ સૂચના અપાઈ છે. બીજી તરફ કલોલમાં શામળાજી શાળામાં એકી સાથે 6 શિક્ષકો કોરોના પોઝીટીવ જાહેર થતા શાળા તાત્કાલીક અસરથી બંધ કરવામાં આવી છે અને તમામ શિક્ષકોના ટેસ્ટ કરાવવાના આદેશ અપાયા છે તો વિદ્યાર્થીઓને જેઓના લક્ષણ જેવી સ્થિતિ હોય તેમના એન્ટીજેન ટેસ્ટ પણ કરાવાશે.

(6:14 pm IST)