Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

પત્નીના જન્મદિવસે આબુ લઇ ગયો .દારૂના નશામાં પોર્ન ફિલ્મની માફક સેક્સ કરવામજબુર કરી,સેક્સ ટોયસનો પણ ઉપયોગ કરાવ્યો

પતિની આવી માનસીકતાથી પરેશાન થઇ અંતે પત્નીએ મણિનગર પોલિસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોતાના પતિ સામે જ ફરિયાદ નોંધાવી છે. પત્નીનો જન્મ દિવસ હોવાથી પતિ તેને ફરવા માટે આબુ લઇ ગયો હતો, જ્યા દારૂના નશામાં પોર્ન ફિલ્મની જેમ સેક્સ માટે તેને મજબૂર કરી હતી. આટલું જ નહી પતિ પત્ની સાથે સેક્સ માટે સેક્સ પ્રોડક્ટનો ઉપયોગ કરતો હતો. પતિની આવી માનસીકતાથી પરેશાન થઇ અંતે પત્નીએ પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

  અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતી ઓનલાઇન બિઝનેસ કરે છે. મહિલાના પરિવારે તેના લગ્ન મણિનગર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે ગત વર્ષે કરાવ્યા હતા. લગ્ન બાદ મહિલા લગ્નના કામમાં વ્યસ્ત હતી ત્યારે બેડરૂમમાં પતિ દારૂના નશામાં આવી તેની સાથે બબાલ કરી હતી અને વાળ ખેચીને બહાર કાઢી મુકી હતી. પતિની ફરિયાદ સાસુને કરતા પતિએ પત્નીને કહ્યુ કે, તને કપડા કાઢીને મારી સાથે ઉંઘવામાં શરમ નથી તો દારૂ પીને આવવામાં મને શેની શરમ?, રૂમની વાત બહાર કરવી હોય તો ઉંઘવા ના આવતી. પતિ-પત્ની વચ્ચે ટકરાવ વધ્યો હતો. આ વચ્ચે પત્નીનો જન્મ દિવસ આવતા પતિ તેને ફરવા માટે આબુ લઇ ગયો હતો. જ્યા પતિ દારૂના નશામાં ચકનાચુર બની ગયો હતો અને બાદમાં પત્નીને પણ દારૂ પીવડાવ્યો હતો

તે બાદ પતિએ પત્નીને પોર્ન વીડિયો બતાવી તે પ્રમાણે સેક્સ કરવા મજબૂર કરી હતી. યુવતીનો પતિ સેક્સ માટેની પ્રોડક્ટ પણ લાવ્યો હતો અને તેનો ઉપયોગ કરવા મજબૂર કરી હતી. જે બાદ પતિની હરકતોથી કંટાળીને આબુથી અમદાવાદ પરત આવ્યા બાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(8:41 pm IST)