Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

લ્યો બોલો : રાજ્ય સરકારે 10 વર્ષથી બીપીએલ કાર્ડ માટેનો સર્વે કર્યો નથી

બે વર્ષમાં 13,441 બીપીએલ કાર્ડને એપીએલ કાર્ડમાં તબદીલ: સૌથી વધુ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 2235 કાર્ડ રદ થયા

 

અમદાવાદ : રાજયમાં છેલ્લાં બે વર્ષમાં 13,441 બીપીએલ કાર્ડને એપીએલ કાર્ડમાં તબદીલ કરવામાં આવ્યા છે. જયારે 11,313 બીપીએલ કાર્ડ દેવામાં આવ્યા છે. બીપીએલ માટેનો સર્વે રાજય સરકાર દ્વારા 10 વર્ષથી કરવામાં આવ્યો નથી. જેના કારણે રાજયમાં જરૂરિયાતમંદ ગરીબોની હકીકત સામે આવી નથી અને ગરીબો તેમના હક્કથી વંચિત રહી જતાં હોવાનો આક્ષેપ કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યા છે. ત્યાં સુધી કે બીપીએલ કાર્ડને એપીએલ કાર્ડમાં તબદીલ કરવા અને બીપીએલ રેશન કાર્ડને રદ કરવાના કારણે ગરીબોને અનાજ મળવાનું બંધ થયાંનું પણ કોંગ્રેસે જણાવ્યું છે. બીપીએલમાંથી એપીએલમાં તબદીલ થયેલા કાર્ડમાં સૌથી વધુ અરવલ્લીમાં 2167 અને સાબરકાંઠાના 1908 કાર્ડનો સમાવેશ થાય છે. જયારે સૌથી વધુ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 2235 કાર્ડ રદ થયા છે.

રાજયમાં છેલ્લાં બે વર્ષ દરમિયાન કેટલાં એપીએલ તથા કેટલાં લોકો બીપીએલ કાર્ડ હોલ્ડર છે વગેરે કોંગ્રેસના ધારાસભ્યો દ્રારા વિધાનસભામાં પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેમાં રાજયના અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક બાબતના મંત્રીએ જવાબો આપ્યા છે. જવાબોને સંકલિત કરીને કોંગ્રેસ દ્રારા વિગતો જાહેર કરવામાં આવી છે.

જિલ્લાનું નામ

બીપીએલ કાર્ડમાં તબદીલ કેટલાં કાર્ડ થયા

રદ કરાયેલા કાર્ડની સંખ્યા

સુરેન્દ્રનગર

861

2235

નવસારી

123

502

વલસાડ

108

44

અમદાવાદ

331

115

ગાંધીનગર

31

101

છોટા ઉદેપુર

600

135

ભરૂચ

166

104

પાટણ

360

161

મહેસાણા

223

356

મોરબી

119

285

બોટાદ

28

158

અરવલ્લી

2167

348

સાબરકાંઠા

1908

1119

આણંદ

190

250

મહીસાગર

155

26

તાપી

72

37

સુરત

752

89

જૂનાગઢ

56

70

ગીર સોમનાથ

211

198

 

 

 

દેવભૂમિ દ્વારકા

116

31

અમરેલી

453

813

 

 

 

પંચમહાલ

290

181

ખેડા

110

239

ડાંગ

112

155

વડોદરા

423

42

નર્મદા

104

22

જામનગર

113

31

ભાવનગર

634

206

બનાસકાંઠા

269

105

કચ્છ

354

718

રાજકોટ

861

2235

પોરબંદર

20

72

કુલ

13,441

11,313

 

(11:47 pm IST)