Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

રાજ્ય સરકારે TAT આધારિત ભરતી નિયમોમાં સુધારો કર્યો

જ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટેની લાયકાતની જોગવાઈમાં મહત્વપૂર્ણ ફેરફાર

ગાંધીનગર : રાજ્ય સરકારે TAT આધારિત ભરતી નિયમોમાં સુધારો કર્યો છે. જેમા સ્નાતક થયેલ અને ઈન્ટીગ્રેડેટ લર્નિંગ કોર્સ કરેલા ઉમેદવારો માટે ધોરણ 9, 10માં અને અનુસ્નાતક થયેલા તેમજ ઈન્ટીગ્રેટેડ લર્નિંગ કોર્સ કરેલા તમામ ઉમેદવારો ધોરણ 9થી 12  માટે  TATની પરીક્ષા માટે માન્ય ગણાશે.

 સ્નાતક થયેલા અને ઈન્ટીગ્રેડેટ લર્નિંગ કોર્સ કરેલા ઉમેદવારો માટે ધોરણ 9, 10માં અનુ સ્નાતક થયેલા અને ઈન્ટીગ્રેડેટ કોર્સ કરેલા ઉમેદવારો ધોરણ 11, 12 માટેની TATની પરીક્ષા આપી શકશે. રાજ્ય સરકારે TAT આધારિત ભરતી નિયમોમાં જે સુધારો કર્યો છે તે મુજબ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટેની લાયકાતની જોગવાઈમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે

 

(9:32 pm IST)