Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં: 22 થી 5 જૂન દરમિયાન જાહેર કરાશે પરિણામ

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદના ગણતરીના દિવસોમાં ધોરણ 10નું પરિણામ જાહેર થશે

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ટૂંક સમયમાં GSEB SSC પરિણામ 2023 જાહેર કરે તેવી શક્યતા છે. મળતી માહિતી અનુસાર 25 મે થી 5 જૂન વચ્ચે પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં છે. જેથી તેનું પરિણા મે મહિનાના અંતિમ સપ્તાહમાં અથવા તો જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદના ગણતરીના દિવસોમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવશે.મળતા અહેવાલો અનુસાર ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્યપ્રવાહનું પરિણામ 2023 ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

(9:46 pm IST)