Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ગરુડેશ્વર તાલુકામાં બેરોજગાર,વ્યસની પતિના ત્રાસમા પત્નીને મદદરૂપ બનતી અભયમ્ નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એક ગામમાં એક પરિવારમાં પતિ ભારે વ્યશન કરી પત્નીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા પતિને સમજાવવા માટે મદદ માગેલ, પતિ દરરોજ વ્યસન કરી મહિલાને માનસિક શારીરિક ત્રાસ આપતો હોય આખરે પત્નીએ થાકી હારી પતિને સમજાવવા માટે અભયમ્ ટીમની મદદ લીધી હતી.

  જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં રહેતા પરિવારમાં પતિ દરરોજ વ્યસન કરી પત્ની ઉપર હાથ ઉપાડતા અને કોઈ કામ ધંધો પણ નહી કરતાં તેથી ધર ચલાવવામાં પણ મુશ્કેલીઓ પડતી હોય તેઓ મોજ શોખ માટે માતા પિતા પાસે પૈસા માંગી વ્યસન કરતા હોય તેની પત્નીને બે વર્ષનુ બાળક છે પતિ બાળક ઉપર પણ દયાન આપતા નથી આખો દિવસ મિત્રો સાથે પાર્ટી કરી મોડી રાત્રે ધરે પાછા આવે છે તેમ મહિલાએ જણાવેલ, વ્યસન કરેલી હાલતમાં મહિલાને ધરે થી નીકળી જવાની પિયરમાં જતી રેહવાની ધમકી આપે છે, તેથી મહિલાએ પોતાનો ધર સંસાર તુટતા બચાવવા માટે અભયમ્ ની મદદ માગતા નર્મદા 181 અભયમ્ ટીમે મહિલાના પતિ ને કાયદાકીય સમજ આપતા મહિલાના પતિ એ હવે પછી ભૂલ નહિ થાય તેની ખાત્રી આપી કામ ઘંઘા પર ધ્યાન આપી ધરની તમામ જવાબદારી દિલથી નિભાવવા જણાવેલ, આમ નર્મદા અભયમ્ દ્વારા મહિલા નો ધર સંસાર તુટતા બચાવવામાં આવેલ અને બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવેલ..

 

(11:19 pm IST)