Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

નાનીસીંગલોટી ગામથી પોલીસે ટુ વ્હીલર પર અંગ્રેજી દારૂ વાહતુક કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લામાં અનેક જગ્યાએથી ઈંગ્લીશ દારૂ પકડાઈ રહ્યો છે ત્યારે હાલમાં ડેડીયાપાડા પોલીસે નાનીસિંગલોટી ગામના બસ સ્ટેન્ડ પાસેથી અંગ્રેજી દારૂ સાથે બે ને ઝડપી લીધા હતો

  મળતી વિગતો અનુસાર ડેડીયાપાડા પોલીસે ચેકીંગ દરમિયાન નાની સિંગલોટી ગામના બસ સ્ટેન્ડ નજીક થી (૧) રાજેશભાઇ ઉર્ફે રાજુ શાંતુભાઇ વસાવા (રહે.રોડ ફળીયુ ઓ.એન.જી. સી.કોલોની માંડવા તા.અંકલેશ્વર જી.ભરૂચ) તથા (ર) પરેશભાઇ ઉર્ફે ભુરીયો રામસીંગભાઇ વસાવા(રહે. ટેકરી ફળીયુ માંડવા તા.અંકલેશ્વર જી.ભરૂચ) નાઓને પોતાના થેલામા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂના ટીન બીયર નંગ-૪૭ કિં.રૂ.૪૭૦૦ તથા (૨) પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૦૬ કિં.રૂ.૬૦૦-તથા એક મારૂતી સુઝીકી એક્સેસ-125,ટુવ્હીલર ગાડી નંબર. GJ- 16- DD-4484 જેની આશરે કિં.રૂ.૨૫,૦૦૦-ગણી લઈ તમામ મુદામાલની કુલ કિ.રૂ.૩૦, ૩૦૦નો પ્રોહી. મુદ્દામાલનો જથ્થો વાહતુક કરી લઈ આવતા પકડાઈ જઈ ગુનો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

 

(11:20 pm IST)