Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

સખી વન સ્ટોપ સેન્ટર, નર્મદાના કર્મચારીઓને 8 મહિનાથી પગાર નહિ મળતા દયનીય હાલત

બે મહિના પહેલા સંસ્થાનાં વડાએ ગ્રાન્ટ માટે દરખાસ્ત કરી છે ટુંક સમયમાં પગાર થશે તેમ જણાવ્યું હતું એ બાદ પણ હજુ કર્મીઓ પગારથી વંચિત છે: આ કારમી મોંઘવારી અને નર્મદા જિલ્લામાં નોકરી માટે અન્ય કોઈ વિકલ્પ નહિ હોવાથી જાયે તો કહા જાયે જેવો કર્મચારીઓનો ઘાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ભારત સરકાર પુરસ્કૃત તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગર સંચાલિત રાજપીપળા ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર નાં કર્મચારીઓ સરાહનીય કામગીરી કરી રહ્યા છે. પરંતુ રાજપીપળા સખી વન સ્ટોપ સેન્ટર નાં કર્મચારીઓને  છેલ્લા આઠ મહિનાથી પગાર નહિ મળતા આ કારમી મોંઘવારીમાં જીવવું મુશ્કેલ બન્યું છે. નર્મદા જિલ્લામાં હિંસાથી પીડિત મહિલાઓની સમસ્યા નાં સમાધાન માટે તથા કાયદાકીય,તબીબી સહાય સહિત અનેક પ્રકારની કામગીરી કરતા આ સંસ્થાના કર્મચારીઓ આઠ મહિનાથી પગારથી વંચિત છે છતાં આટલા મહિનાં થવા છતાં કોઈ અધિકારીના પેટનું પાણી કેમ હલતું નથી શું એમને નિયમિત પગાર મળી જતા નાના કર્મચારીઓની આર્થિક સ્થિતિ તેઓ નથી સમજી શકતા..?

 આ મુદ્દે સંસ્થાના વડા જીતેન્દ્ર પરમાર સાથે બે મહિના પહેલા અમારા પ્રતિનિધિ એ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગ્રાન્ટ ની તકલીફ છે અગાઉ નાં અધિકારી વખતે ગ્રાન્ટ નાં હેડ માં અદલા બદલી થતાં બધું યોગ્ય કરવામાં સમય વિતી ગયો છે પરંતુ હવે બધું રેગ્યુલર થતા ગ્રાન્ટ માટે અમે આગળ દરખાસ્ત કરી છે ટુંક સમયમાં પગાર થઈ જશે...જોકે આ વાતને પણ બે મહિના થઈ જવા છતાં હજુ પગાર વિના આ કર્મીઓ હેરાન થઈ રહ્યા છે.
  છેલ્લા બે દિવસથી આ મુદ્દે અમે સંસ્થાના અધિકારી જીતેન્દ્ર પટેલનો ટેલીફોનીક સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ તેઓ એ ફોન ઉપાડ્યો ન હતો

 

(11:22 pm IST)