Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

તિલકવાડાના અલવા અને ગોચાડિયા વચ્ચે મેણ નદી પર બ્રિજ બનાવવા ગ્રામજનોની માંગ

મેણ નદી પર બ્રિજ બને તો અલવા ગામની સામે પાર સીમમાં,સ્મશાને અને ગોચડીયા, ભેખડિયા, તલાવડી, તણખલા સહીત 35 જેવા ગામોને જવામાં રાહત થાય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તિલકવાડા તાલુકાના અલવા પાસેથી પસાર થતી મેણ નદી પર એક બ્રિજ બનાવવામાં આવે તેવી ગ્રામજનો એ માંગ કરી છે ત્યાં બ્રિજ બને તો ગ્રામજનો એ જીવન જોખમે નદી પાર કરીને આવવું ના પડે,ચોમાસામાં માં તખલીફ વધી જાય છે.જો મેણ નદી પર બ્રિજ બની જાય તો અલવા ગામની સામે પાર સીમમાં જવાય, સ્મશાને જવાય એટલું જ નહિ ગોચડીયા, ભેખડિયા, તલાવડી,તણખલા સહીત 35 થી 40 ગામમાં ખેડૂતો કે જેમની જમીનો ત્યાં હોય તેમને આ બ્રિજ બનાવથી રાહત થઇ જાય માટે મેણ નદી પર બ્રિજની માંગ સ્થાનિકો કરી રહ્યા છે. તિલકવાડા ના અલવા ગામની 1500 જેટલી વસ્તી છે અને વચ્ચેથી મેણ નદી પસાર થતી હોય સામે કિનારે ગામની સીમ આવી હોય જ્યાં 200 એકર જમીનો ખેડૂતોની આવેલી છે. સાથે સામે કિનારે આવેલ ગોચડીયા, ભેખડિયા ગામની જમીની આ કિનારે આવેલી હોય આ મેણ નદી લોકોએ પસાર કરવી પડે છે હાલ પાણી ઓછું હોય નદીમાં ચાલીને પસાર કરી શકાય છે પરંતુ ચોમાસામાં સામે કિનારે જવાતું નથી જ્યાં સુધી પાણી ના ઉતારે ખેતરોમાં જવું.મુશ્કેલ બને છે.માટે ગ્રામજનો ની આ માંગ પૂરી થાય તેવી લોકો આશા રાખી બેઠા છે.

 

(11:24 pm IST)