Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

વડિયા ગામનો વરસાદી પાણીનો રસ્તો બંધ કરી દેતા પાણી ભરાવાની ભીતિ : ગ્રામજનોએ કલેટકટરને આપ્યું આવેદન

વડિયા ગામની મુખ્ય સરકારી વરસાદી પાણીના નિકાલની વહેણ કોટ કરી બંધ કરી દેતા તાત્કાલિક તોડી નખાવા ગ્રામજનોની માંગ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ચોમાસાની ઋતુ પહેલા તંત્ર પ્રિમોન્સુન કામગીરી કરતી હોય છે ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે પણ નગરપાલિકા અને ગ્રામપંચાયતો કાંસની સાફ સફાઈ કરતી હોય છે પરંતુ રાજપીપળા ને અડીને આવેલ વડિયા ગામની સત્યમ નગર સોસાયટીમાંથી આખા ગામનો સરકારી મુખ્ય વરસાદી નિકાલ નો વહેણ હોવા છતાં જ્યાં સોસાયટી બનાવેલ હોય આ સોસાયટી ના લોકોએ પોતાના મનસ્વી રીતે ઉંચો કોટ કરીને વરસાદી પાણીના નિકાલનો રસ્તો બંધ કરી દેતા આખું વડિયા ગામ ડુબાણમાં જાય એવી ભીતિ હાલ સેવાઈ રહી છે.જે સરકારના ચોપડા પર વરસાદી પાણીના નિકાલનો રસ્તો છે જ્યાં એક સોસાયટી કેવી રીતે ઉભી થઇ ગઈ અને હવે ગામનો મુખ્ય પાણીના પ્રવાહનો રસ્તો બંધ કરી દેતા સોસાયટીના લોકોએ પાણી આવતા પહેલા પાર બાંધી દીધી પરંતુ  ગામના ગરીબ કાચા મકાનમાં રહેતા આદિવાસી અને દલિત પરિવારોના ઘરોમાં પાણી ભરાશે એવું વિચારતા નથી જેથી ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર નર્મદાને આવેદન આપી આ વરસાદી પાણીના નિકાલના કોટને તાત્કાલિક તોડી પાણીનો માર્ગ ખુલ્લો કરવા માંગ કરી છે.     જિલ્લા કલેક્ટર અંગત રસ લઇ અને આ સત્યમ નગર સોસાયટીના લોકો દ્વારા જે કોટ બનાવી વરસાદી પાણી રોકવાની કોશિશ કરવામાં આવી છે તે તાત્કાલિક તોડી ખુલ્લી કરવા જેતે આધિકારી ને સૂચના આપે એ જરૂરી બન્યું છે, વડિયા ગ્રામપંચાયત પણ આ રસ્તો તાત્કાલિક અસર થી ખુલ્લો કરાવે બાકી વડિયા ગામના લોકોને  જાતે તોડી માર્ગ ખુલ્લો કરવાની ફરજ પડશે જેવી ચીમકી પણ ગ્રામજનો એ ઉચ્ચારી છે.

 

(11:26 pm IST)