Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

અમદાવાદ આવીને રકુલ પ્રિત સિંહને ગુજરાતી થાળી ખાવાનું મન થઈ ગયું: એવો ચસ્‍કો લાગ્‍યો કે ચાહક બની ગઇ

રકુલે કેરીનો રસ પીતા કહ્યું કે આમ રસ તેનો ફેવરિટ છે અમદાવાદમાં મળતો આમરસનો ટેસ્‍ટ સૌથી વધારે તેને ગમે છે

અમદાવાદ,તા. ૧૯ : બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રિત સિંહ એક ઈવેન્‍ટ માટે અમદાવાદ આવી હતી જયાં રકુલ પ્રિત સિંહને ગુજરાતી થાળીનો સ્‍વાદ માણવાની ઈચ્‍છા થતાં તેણે પોતાની ટીમને ગુજરાતી ફુડ માટે ડિમાન્‍ડ કરી હતી.

ત્‍યાર બાદ અમદાવાદના નામાંકિત રેસ્‍ટોરન્‍ટમાં અચાનક રકુલ પ્રિત સિંહ સ્‍પોટ છતાં અમદાવાદીઓએ રકુલ પ્રિત સાથે ફોટો પણ ખેંચાવ્‍યા હતા. આ અંગે રકુલ પ્રિતે કહ્યું કે તે ભલે ઈવેન્‍ટ માટે આવી હોય પરંતુ આટલી ગરમીમાં ગુજરાતી થાળી ખાવાની ઈચ્‍છા તેને મુંબઈથી પ્‍લેનમાં બેઠી ત્‍યારથી હતી.

અમદાવાદમાં ગુજરાતી થાળી ના ખાધી તો શું ખાધું? એવું હું માનું છું. આવું જણાવતા રકુલે કેરીનો રસ પીતા કહ્યું કે આમ રસ તેનો ફેવરિટ છે અમદાવાદમાં મળતો આમરસનો ટેસ્‍ટ સૌથી વધારે તેને ગમે છે.

ગુજરાતી ફુડની મોટી ફેન રકુલે પોતાના અલગ અલગ લુકમાં ફોટો પણ ખેંચાવ્‍યા હતા. આપને જણાવી દઈએ કે રકુલ પ્રીત બોલિવુડની ચુલબુલી અને નોટી ગર્લ સાથે ફેશન સ્‍ટાઈલને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. તેનો કિલર લુક  હંમેશાં ચાહકોને પસંદ આવે છે.

રકુલ પ્રીત તેની ફિલ્‍મોને કારણે ચર્ચામાં: રકુલ પ્રીત તેલુગુ તમિલ, કન્નડ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રી સાથે બોલિવૂડમાં પણ પોતાના શાનદાર અભિનયથી લોકોના હદયમાં અલગ જ સ્‍થાન મેળવ્‍યું છે.

રકુલ પ્રીત દિલ્‍હીનાં એક પંજાબી પરિવારની છે. તેણે સ્‍કુલનું શિક્ષણ આર્મી પબ્‍લિક શિક્ષણ મેળવ્‍યું છે ત્‍યારબાદ દિલ્‍હી યુનિવર્સિટીમાંથી આગળ અભ્‍યાસ કર્યો છે. રકુલનો હંમેશાં અભિનય પ્રત્‍યે ધ્‍યાન  રહેતું હતું.

તે કોલેજના દિવસોમાં મોડલિંગ કરતી હતી. રકુલ કોલેજના દિવસોથી ખૂબ જ સક્રિય હતી એક્‍ટિગ મોડેલિંગ સાથે તે કોલેજ સમયમાં નેશનલ લેવલ ગોલ્‍ફ પ્‍લેયરી રહી ચુકી છે.

રકુલે કારકિર્દીની શરુઆત એક મોડેલ તરીકે કરી હતી વર્ષ ૨૦૦૯માં રકુલે કનન્નડ ફિલ્‍મ ગીલીથી તેનાં અભિનય કારકિર્દીની શરુઆથ કરી હતી આ પછી વર્ષ ૨૦૧૧માં તેણે ફેમિના મિસ ઈન્‍ડિયા સ્‍પર્ધામાં ભાગ લીધો જેમાં તે પાંચમા સ્‍થાને રહી હતી.

આ સ્‍પર્ધા બાદ હિન્‍દી સિનેમામાં તેનાં દરવાજા ખુલી ગયા અને તેણે તેલુગુ ફિલ્‍મો બાદ દિવ્‍યા ખોસલા કુમારની ફિલ્‍મ યારિયાંથી બોલિવુડમા એન્‍ટ્રી લીધી જે ખુબ જ સુપરહિટ સાબિત થઈ. રકુલે ૧૨ વર્ષની કારકિર્દીમાં અત્‍યાર સુધી ૪૧ ફિલ્‍મોમાં કામ કર્યુ છે.

(10:23 am IST)